________________
(ર૪ર)
નથી પણ તેમની નિર્મૂળ કલ્પના જ છે. તે બાબત લખતાં તેઓ લખે છે કે “જે કે જૈનશાસ્ત્રોમાં તે આ નગરીવાળા ભાગને પાવાપુરી તરીકે ઓળખાવી છે પણ તે સ્થાને શ્રી મહાવીર જેવા જૈન વિભૂતિના પ્રાણ હર્યા તે માટે તેને HTTIનારી કહી દીધી છે. x x પણ ખરી રીતે તે તે વિદિશા નગરીની પૂર્વ દિશામાં આવેલું એક પરું જ છે અને તેથી કવિ સમયસુંદરે બનાવેલી ગાથા પ્રમાણે પૂર્વ વિદિશા પાવાપુરી બä મરી રે–તે કડી સાચી છે. પાવાપૂરીને બદલે પર્વતપૂરી શબ્દ હશે કે? કેમકે આ રથાનની ચારે બાજૂ પર્વતમાળા જ આવી રહી છે. અને તેથી લખનાર પર્વત પૂરી લખી હોય પણ નક્લ કરનારે “પત” શબ્દને બદલે
ખાવા” વાંચી પાવાપુરી લખી દીધું હાય.”-(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૧૯દ, ટિ૧૨૪મું)
આ ટિપણમાં તે ડોકટરની બુદ્ધિનું એટલું બધું ઉડ્ડયન છે કે એટલું ઉડ્ડયન બીજે કંઈ કરે તે તેને શ્વાસ જ રૂંધાય, પણ ધન્ય છે એ ડોકટરને કે જે જેમ ફાવે તેમ બુદ્ધિનું તાંડવ કરી રહ્યા છે !
પ્રથમ તે “પર્વતપૂરી” એવા સુંદર શબ્દની કલ્પના અને પછી કઈ લખનારે “પર્વત’ને બદલે “પાવા” લખી દીધું છે એવી વળી સુંદરતમ કલ્પના! હું પૂછું છું કે શું આગમકાળથી માંડી અત્યાર સુધીના બધા ગ્રન્થ લખનારા, વિવેચકે, ટીકાકાર, ચરિત્રકાર, પ્રબંધકાર, કલ્પકારે અને નકલ લખનારા લેખકે બધા ય ભીંત ભૂલ્યા છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com