________________
( ૨૮) સ્પષ્ટ લખાણ છે. વળી તે લખાણની લિપિ અને ભાષા બન્ને કાનડી છે. આવું ચોખ્ખું પ્રમાણ હયાત છે છતાં ડૉકટર સાહેબ એ મૂર્તિને નિર્માતા સમ્રા પ્રિયદર્શિન છે એવું વિપર્યાસવાળું કહેવા તે લલચાયા છે પણ પ્રમાણ કે પુરાવા વિના તે મનાય જ કેમ? શિલાલેખમાં વપરાયેલી કાનડી લિપિ અને કાનડી ભાષા એ બન્નેની વિદ્યમાનતા જે રૂપમાં શિલાલેખમાં છે તે જ રૂપમાં શું તે સમ્રા પ્રિયદર્શિનના વખતમાં હતી કે? તેમને પક્ષ “હતી” હેય તે સમ્રાટના બીજા કેઈલેખે એ જ લિપિ અને એ જ ભાષામાં ડોકટર સાહેબને મળ્યા છે ખરા? ખરું કહું તે “માગધી લિપિ” અને “ખરેણી ભાષા” આવા શબ્દપ્રયોગ કરનારા ડૉકટર મહાશય લિપિ અને ભાષાને પણ ભેદ સમજતા નથી. વળી જેમને સંસ્કૃત, પ્રાકૃત, પાલી એવી કોઈ પ્રાચીન ભાષા મુદ્દલ આવડતી નથી તેમજ કઈ પણ વૈદિક, જૈન વા બૌદ્ધ મૂળ વાહમયને મૌલિક અભ્યાસ કરવા જેટલી જેમની એગ્યતા પણ નથી એવા આ મહાશય ઈતિહાસ લખવા બેઠા છે તે ઈતિહાસ તે નથી જ લખી શકવાના, પણ ઈતિહાસની સાચી હકીકતે ઉપર માત્ર પીંછી ફેરવી તેને વિપરીત રૂપમાં રજૂ કરવાના, એવું તે મૂર્તિ ઉપરકરેલા ગોટાળાદ્વારા જ જાણી શકાય છે.
વળી એ મૂર્તિના લેખમાં જે “ચામુંડરાય” નું નામ છે તેનું તેઓ શું કરશે ? મૂર્તિની નગ્નતા જેમ તેમણે છુપાવી તેમ શું તેઓ એ નામ પણ છુપાવવા માગે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com