________________
( ૨૦ )
અરે! બીજી વાત તે જવા દઈએ પણ એ મૂતિ ઉપર જે વેલે વીંટાય છે, મૂર્તિના ઢીંચણ સુધી રાફડાઓ ઊભા છે અને તેમાંથી સાપ નીકળતા જણાય છે એ બધાંને મૂતિ સાથે શું સંબંધ છે? ભદ્રબાહુની મૂર્તિ માનતાં એ બધાને કેઈ ખુલાસે ડોકટર પાસે છે ? ક્યાંથી હોય? ખરી વાત એ છે કે મૂર્તિ ભરત ચક્રવતીના ભાઈ મુનિ બાહુબલિની છે, જેમનું બીજું નામ ભુજબલિ પણ પ્રસિદ્ધ છે. બાહુબલિ જ્યારે મુનિ થયા ત્યારે તેઓ પિતાના પિતા શ્રી ઋષભદેવજી પાસે ન જતાં પિતાને ગમત સ્થળે રહીને તપ કરવા લાગ્યા. તેમણે –બાહુબલિએ એમ ધારેલું કે હું કેવળજ્ઞાની થયા પછી જ શ્રી ઋષભદેવજી પાસે જઈશ, હમણું જઉં તે મારે મારા નાના ભાઈઓને નમવું પડે. આ અભિમાનના કારણથી તેઓએ તપ–બહુ કાળ સુધી આકરામાં આકરું તપ-કર્યું. તપ કરતાં કરતાં તેઓ એવી અડગ રીતે ધ્યાનસ્થ રહ્યા કે પક્ષીઓએ તેમને ઝાડનું ઠુંઠું જ માન્યા અને એમ માની તેમના શરીર ઉપર માળા ઘાલ્યા. વષ આવતાં આસપાસની વેલે તેમના ઉપર ચડી અને આખા શરીરે વીંટળાઈ અને પગ પાસે ટામેટા રાફડાઓ પણ જામી ગયા અને તેમાં મોટા ભુજગે પણ રહેવા લાગ્યા. આ રીતે એ મૂર્તિ ઉપરના બધા દેખાને સંબંધ મુનિ બાહુબલિના જીવન સાથે બરાબર બંધ બેસે છે એટલે એ મૂતિ મુનિ બાહુબલિની જ છે, નહિ કે ભદ્રબાહુની.
વળી, જે મૂર્તિ બાબત ડોકટરસાહેબ પિતાની કલ્પના દોડાવે છે તે મૂર્તિની ઊંચાઈ લગભગ ૫૭ ફૂટ છે. મૂર્તિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com