________________
(૧૪૨) નથી; છતાં જેમતે સર્વની આસપાસની હકીકત, સાગ, ક્ષેત્ર, કાળ વિગેરેને અનુસરીને ગણિતશાસ્ત્રના આધારે સરવાળાબાદબાકી મૂકીને તારવી કાઢવા પડે છે તેમ અહીં પણ તે જ નિયમને આશ્રય લઈને મેં અનુમાન દેરી કાર્યું છે.”
“જૈન” ર૯-૪-૩૬ જ્યાં હકીકતે સ્પષ્ટપણે લખી ન હોય ત્યાં આસપાસની હકીકત, સંગે, ક્ષેત્ર, કાળ વિગેરેને અનુસરીને ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્રના સરવાળા-બાદબાકી–ગુણાકાર–ભાગાકાર વિગેરેથી બધાની ગણત્રી કાઢી શકાય એ ખરું, પણ
જ્યાં ચોક્કસ ને સ્પષ્ટ હકીકતે રજૂ કરેલ છે, બાળવય ને યૌવનવયની મર્યાદા બાંધી દીધી છે અને બાળવય વટાવ્યા પછી ચૌવનવયમાં આવ્યા ત્યારે લગ્ન થયાને સ્પષ્ટ ને સચોટ નિર્દેશ કર્યો છે ત્યાં પણ સરવાળા ને બાદબાકી કે ગણિતશાઆદિને આશ્રય શોધ અને ઊલટું એમ કહેવું કે “સ્પષ્ટપણે કયાંય નિર્દેશથયેલ નથી અને એમ માનીને કલ્પનાને બળ અનુમાન દેરી તેમની તેર-ચૌદ વર્ષની લગ્નવય ઠરાવી દેવી એ કેટલું હડહડતું જુઠાણું છે? વરની લગ્નાવસ્થા માટે ગમે તે ગણિતશાસથી કે ગમે તેવા સરવાળા-બાદબાકી ગણી કાઢવામાં આવે તે પણ તેમાંથી બીજું કશું નિપજી શકતું નથી કે ૧૩-૧૪ વર્ષે લગ્ન થયાનું નીકળી આવે એમ નથી.
અલબત્ત આ હકીકત તેમના વાંચવામાં ન આવી હોય એ સંભવિત છે પરંતુ પોતાના વાંચવામાં ન આવે તેથી કયાંય ઉલેખ જ નથી એમ ન કહી શકાય. ઈતિહાસની બાબતમાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com