________________
(૨૧૬) અને નવમી સદીમાં પણ તે પ્રદેશ ઉપર તે ધર્મના અનુયાયી રાજકર્તાઓની સત્તા પ્રવર્તી રહી હશે.”
પ્રા. ભા. ૫. 3, પૃ. ૨૮૧. બૌદ્ધોમાં મહાત્મા પાર્શ્વ નામની પ્રધાન વ્યક્તિ થયેલી છે, અને તે બૌદ્ધોમાં આગેવાન સાધુ તરીકે ગણાતા હતા, એવા ઉલ્લેખ બૌદ્ધ પુસ્તકમાં અને ભ્રમણ વૃત્તાન્તમાં સ્થળે સ્થળે મળી આવે છે. છતાં પ્રસ્તુત પુસ્તકના લેખક પ્રશ્નાર્થ ચિ (?) કરી લખે છે કે “બૌદ્ધોમાં પાર્શ્વનાથ નામની કોઈ વ્યક્તિ થઈ છે?” એ આશ્ચર્યકારક છે. એ તો ઠીક પણ નામ કેવી વિચિત્ર રીતે ફેરવી નાખ્યું છે ? પાર્શ્વ શબ્દને “નાથ” શબ્દ લગાડી પા” અને “નાથ” તે બે શબ્દને જેડી, તીર્થંકર પાર્શ્વનાથના નામની એજના કરી દીધી. ઈતિહાસને આ કે વિકાર ને અનર્થ?
વળી બૌદ્ધભિખુ મહાત્મા પાર્શ્વ માટે પ્રશ્ન પૂછવાની, આશ્ચર્ય બતલાવવાની કે તેના ઉપર લાંબા અનુમાન દેરવાની જરૂર નથી. મૂળે તે બ્રાહ્મણ હતા અને પાછળથી બહુ વૃદ્ધ ઉમરે તેઓ બૌદ્ધ સાધુ થયા હતા. તે કનિષ્ઠ રાજાના વખતમાં થયા છે. તેના એ ગુરુ હતા.
લેખક એ મહાત્મા પાર્શ્વ બૌદ્ધ ભિખ્ખને પાશ્વનાથ તીર્થકર ગણી ભ૦ મહાવીર અને બુદ્ધથી પણ પહેલાના વખતમાં ઉઠાવી લઈ, ઐતિહાસિક કાળ, રચના અને ભૌગોલિક સ્થાન–સંબંધ, સંસ્કૃતિ બધામાં અંધાધુંધી ફેલાવી મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com