________________
ડૉકટરશાહી ઈતિહાસ ()*
થોડા દિવસ ઉપર બધેકાશાહી સાહિત્ય બાબત વાંચેલું. ભણેલા માણસો ય આવું પાખંડ કરી શકે છે એ આ જમાનાની ખાસ વિશેષતા જાણી. શ્રીમાન ચુનીલાલ શાહે એ બધેકાશાહીને ઘટસ્ફોટ કર્યો અને સાહિત્ય જેવા સ્વચ્છ વિષયમાં એવા પાખંડને ન પેસવા દીધું એ ઠીક જ કર્યું.
આજે મારે પણ એવા જ એક ડૉકટરશાહી ઈતિહાસ વિશે લખવાની આકરી ફરજ બજાવવાની છે. એ ઇતિહાસનું નામ “ પ્રાચીન ભારતવષ” છે. ખરી રીતે એ પુસ્તકને ઈતિહાસનું નામ આપીને ઈતિહાસ કહે એ ઇતિહાસ શબ્દને કલંક્તિ કરવા જેવું છે. મારી સામે એ કલ્પિત ઇતિહાસના બે ભાગ પડ્યા છે. ઈતિહાસવિદ્દ ભાઈ દુર્ગાશંકરશાસ્ત્રીએ જેની આકરામાં આકરી સમાલોચના કરવી ઘટે તેવા એ “પ્રાચીન ભારતવર્ષની ઘણી મૃદુ સમાલોચના કરીને પિતાને ધર્મ બજાવે છે.
* આ લેખ રૂપે પ્રસ્થાન માસિકમાં (૧૯૯૩ના પિષના અંકમાં) છપાયે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com