Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 260
________________ (૨૪) એ પુસ્તક વાંચ્યા પછી મેં તે બાબત એક “અશોકના શિલાલેખે ઉપર દષ્ટિપાત” નામની નાની પુસ્તિકા લખીને એ કોલપુરાણુનું શુદ્ધ સ્વરૂપ સાક્ષર સમક્ષ રજૂ કર્યું છે, પણ વિચાર કરતાં લાગે છે કે એ અજ્ઞાનમય લેપ, મારી એ નાની શી નીકથી ધોઈ નહિ શકાય; માટે જ એ ચાર ભાગવાળા (ત્રીજે, ચે ભાગ હજુ તૈયાર થાય છે) આખા પુસ્તક સંબધે હું એક જુદો જ વિશિષ્ટ પ્રબંધ પ્રવાહ તૈયાર કરવાને છું અને તે દ્વારા તેની પ્રત્યેક કલ્પનાના સવિસ્તર રદિયા આપવાને છું; છતાં સુપ્રસિદ્ધ માસિક પ્રસ્થાન ”ના વિદ્વાન તંત્રીના નેહભય પત્રથી એ ઇતિહાસ કેટલે બધો જૂઠાણથી ભરપૂર છે એ બતાવવા તેમાંના ચાર-પાંચ મુદ્દાઓની ચર્ચા માટે “પ્રસ્થાન નાં થોડાંક પાનાં રોકું છું. | ડૉકટરશાહી પ્રાચીન ભારતવર્ષના પાના ૨૨૪ની સામે એક મૂર્તિનું ચિત્ર આવેલું છે, જેને આકૃતિ નંબર ૧૩ છે. એ ચિત્ર મૂકતાં ડોકટરમહાશયે પહેલું તે પાખંડ એ કર્યું છે કે એ મૂર્તિ જે સ્વરૂપમાં છે તેથી તદ્દન ઊલટા સ્વરૂપમાં આ ચિત્રમાં રજૂ કરી છે. એ મતિ તદન સ્વાભાવિક સ્થિતિમાં યથાવત્ સ્થિતિમાં–છે તેને બદલે શ્રીમાન ડોકટર સાહેબે એ મૂર્તિની નગ્નતા એક પાંદડા દ્વારા ઢાંકીને તેને અહીં રજૂ કરી અને એમ કરી તેમણે કોઈએ ન કર્યો હોય, * આ લેખમાં બધે ય સ્થળે આ પુસ્તકને બીજો ભાગ વપરાયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284