________________
(૨૧૪) માટે જેમની (મહાત્માઓની ) જ્ઞાનેન્દ્રિ, શીલ-સમાધિપ્રજ્ઞા ગુણેથી પ્રભાવિત છે. જે પરમપુણ્યના કાર્યો ચારે દિશાઓથી આવેલ, જેમાં શ્રેષ્ઠ સાધુઓ નિવાસ કરે છેપંચને પ્રણામ કરીને ઉદાનના પુત્ર આકાઈવ–જેને મહારાજાધિરાજ શ્રીચંદ્રગુપ્તના ચરણની કૃપાથી જીવિકાના સાધન પૂરી રીતે પ્રાપ્ત થયા છે, જેણે (રાજાના) આશ્રિત સજજનેને સદ્વ્યવહારને જગતમાં વિસ્તાર્યો છે, જેણે અનેક યુદ્ધમાં વિજય અને યશની પતાકા પ્રાપ્ત કરી (ફરકાવી) જે સુકુલિદેશમાં નક્કી ગામને રહેવાસી હતે –તે ઈશ્વરવાસક (ગામ) આપે છે. જે રાજકુળના આમ્રરાટ, શરભંગ અને ઉપનામ મજના દાન કરેલા ધનથી વેચાતું લેવામાં આવ્યું હતું. અને પાંચ વીશી અથૉત્ ૧૦૦ દીનાર પણ આપે છે.
એમાંથી અડધી એટલે પ૦ દીનારેથી દેવરાજ ઉપનામવાળા મહારાજાધિરાજ શ્રીચંદ્રગુપ્તના સર્વ ગુણની પ્રાપ્તિ માટે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી પાંચ ભિક્ષુ ભજન કરે અને બુદ્ધભગવાનના રનગૃહ(મંદિર) માં એક દીપક બળે તથા મારી બાકીની અન્ય સુવર્ણમુદ્રાઓથી પણ પાંચ ભિક્ષુ ભજન કરે અને રત્નગૃહમાં દીપક બળે. જે આ પ્રવૃત્ત થયેલા ધર્મકાર્યને) નષ્ટ કરશે તે બ્રાહ્મણની હત્યાને તથા તત્કાળ ફળ આપવાવાળા પાંચ પાપને ભાગી બનશે.
વર્ષ ૯૦+૩ ભાદ્રપદ દિવસ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com