________________
(૧૫૭) થયો છે. વળી તેમાં શબ્દના અર્થ ઉપરથી કુશાવત દેશની સૌરાષ્ટ્રમાં સ્થાપના કરતાં એમ લખવામાં આવ્યું છે કે
કુશાવરકુશ આવત; કુશ=ઘાસ; આવતછવાયલું ઢંકાયેલું. જે દેશ સર્વત્ર ઘાસથી વિવૃત્ત થયેલ છે તે. સૌરાષ્ટ્રમાં આ ભાગ ગિરનાર પર્વતની તળેટીવાળે પ્રદેશ છે, અને તેથી ગિરના જંગલને દેશ તે કુશાવત, હાલના જુનાગઢ રાજ્યની હકુમતમાં તે આવેલ છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૫૦. ટી. હું આગળ પણ પ્રસંગોપાત જણાવી ગયો છું કેશબ્દને અર્થ કરી દેશના કે વ્યક્તિના કાલ્પનિક નામ ને હકીકતે સ્થાપવાનો પ્રયત્ન અવાસ્તવિક છે; તેમ અહીં પણ જે શબ્દના અર્થથી જ માત્ર કુશાવતની સ્થાપના કરવામાં આવે તે જે જે હરીયાળા પ્રદેશ અને ઘાસથી હર્યાભર્યા પ્રદેશ હોય તે બધા કુશાવત દેશ ગણાવા જોઈએ અને ત્યાં બધે શૌરિપુર નગરની સ્થાપના કરી દેવી જોઈએ પરંતુ તે તે વાહિયાત કલ્પના ગણાય.
વળી બીજી રીતે વિચાર કરીએ કે જેન ગ્રંથને આધારે સાડીપચીશ આયશેની ગણત્રી થઈ છે તેમાં કુશાવર્તની રાજધાની શારિપુર અને સૌરાષ્ટ્રની રાજધાની દ્વારાવી
એ બન્ને જુદી જુદી ગણાવી છે. હવે કુશાવતને જ જે ગિરનાર કે જૂનાગઢની આસપાસ ગણી લેવામાં આવે તે સાડાપચીશ દેશની હકીકતને મેળ શી રીતે બેસી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com