________________
(૧૧) જે વખતે સમુદ્રવિજય સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે તે શૌરિરાજા સ્વર્ગમાં હતા. પછી શૌરિપુરની સ્થાપના સૌરાષ્ટ્રમાં શી રીતે થઈ અને તેણે કરી? શું શરિ રાજા ત્યાંથી શોરિપુરની સ્થાપના કરવા સમુદ્રવિજયના વખતમાં ઉતરી આવ્યા હતા? એ વાત તો ઠીક પણ શૌરિ રાજાના વખતમાં થયેલી હકીકતને સમુદ્રવિજયના વખતમાં થયાને ઉલેખ કરે એ કેવી બુદ્ધિમત્તા કહેવાય? આવા ઈતિહાસથી તે કથાનક પણ કંઈક સારાં કહી શકાય.
: ૨૧ : રાજા પ્રસેનજીત અને પ્રદેશ રાજા
પ્રાચીન ભારતવર્ષમાં પ્રસેનજીત અને પ્રદેશ રાજાને એકમેકના અપભ્રંશ ગણું તે બન્ને એક જ છે એમ મનાવવાને ચત્ન થયો છે; જ્યારે શાસ્ત્ર અને ઈતિહાસ-પૌવત્ય અને પાશ્ચાત્ય–તે બન્ને રાજા ભિન્ન ભિન્ન હતા, તેમનું રાજ્ય જુદુ હતું અને વંશે જુદા હતા એમ બતાવે છે અને તેને માટે ઢગલાબંધ પુરાવાઓ રજૂ કરે છે.
પ્રસ્તુત પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે કે –
“તે સમયના રાજવીનું નામ પ્રસેનજીત હતું. અને તે મહાત્મા બુદ્ધ-તથાગતને સમકાલીન હતે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૭૯. બૌદ્ધગ્રન્થોમાં જણાવ્યા પ્રમાણે કેશળપતિનું નામ ૧૧ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com