________________
(૧૭) પરંતુ એથી ખરી વાભૂમિ ઉખડીને ત્યાં ન આવી પડે આચારાંગ સૂત્રના પાઠ વાંચવામાં આવ્યા હોત તે આવા અસત્ય વિધાનની કલ્પના કરવાને નિરર્થક શ્રમ ન વેઠ પડત,
વાસ્તવમાં તે વખતે જેને અનાયભૂમિ કે વજભૂમિ માની અને તે વખતે જ્યાં મહાવીર વિહાર કર્યો તેને આશ્રીને હકીકત લખાવી જોઈએ. આજે હું વા શબ્દના અર્થને અનુસરી વિંધ્યાચળના પહાડી પ્રદેશને વજભૂમિ કે અનાયભૂમિ માની લઉ તેથી વિધ્યાચળને પ્રદેશ ભગવાને બતાવેલી વજાભૂમિ કે અનાર્યભૂમિ કદી ન બની જાય. તેમજ શ્રાવસ્તીની ઉત્તરના હિમાલયના પહાડી પ્રદેશને અનાર્ય ગણી તેને ભગવાન મહાવીર વિચર્યા હતા તે વજભૂમિ તરીકે કલ્પના કરવી એ અસંબદ્ધ છે.
વળી વાભૂમિ એટલે અનાય નહીં પણ વજી શબ્દને જે અર્થ થાય તેને અનુસરી સખ્ત ભૂમિને વજભૂમિ મનાવવાનો યત્ન થયે છે. જે એમ જ કરવું હોય તે. જે જે પહાડી ભૂમિ હોય તે બધી સખ્ત ભૂમિ અથવા અનાર્યભૂમિ સમજી, એ બધી ભૂમિઓને શ્રી મહાવીરે કહેલી અનાર્યભૂમિ ગણી ત્યાં બધે શ્રી મહાવીરે વિહાર કર્યો હતે એમ માની લેવું પડે; પણ તે કેટલું અવાસ્તવિક ને હાસ્યાસ્પદ ઠરે છે તે સૌ કઈ સમજી શકે તેમ છે. - હવે શાસ્ત્રીય વજભૂમિ કઈ છે અને કયાં હતી તે તપાસીએ. તે સંબંધી શાસ્ત્રીય તેમજ ભૌગોલિક દષ્ટિએ ઘણા પ્રમાણો મળી શકે છે. તેમાંનાં કેટલાક મહત્ત્વના અહીં ટાંકીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com