________________
(૧૦) પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં માર્ય સમ્રાટું ચંદ્રગુપ્તના ઈતિહાસની અનેક અસંબદ્ધ અને કાલ્પનિક હકીકતો વર્ણવતાં, સાથે સાથે આ દાનની હકીકત બતાવતે ફકરે પણ તેમાં નજરે પડે છે, પરંતુ તેની ખરી હકીકત તે ઉપર જણાવી તે પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યના વખતની નહીં પણ ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના વખતની બનેલી છે. - સર કનિંગહામે પણ મૌર્યવંશીય ચંદ્રગુપ્ત માટે નહીં પણ ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત રાજા માટે લખ્યું છે પરંતુ આગળ પાછળને સંબંધ લેખકે તપાસ્યા નથી. અલબત સર કનિંગહામે, ચંદ્રગુપ્ત દાન આપ્યાનું લખ્યું છે પરંતુ તે ભૂલ છે. વાસ્તવમાં તે વખતે તે ભૂલ થવાનો સંભવ પણ છે; કારણ કે એ સંશોધન તે બહુ વહેલાં–લગભગ સે વર્ષ પહેલાં–થયેલું એટલે ગેરસમજૂતી થાય એ શક્ય છે, પરંતુ આજે તે તે વિગતે ઉપર ખૂબ સંશોધન થઈ ચૂકયું છે અને ખરી હકીકત શી હતી તે પણ પ્રકટ થઈ ચૂકયું છે. એવા વખતમાં પણ સ્વકલ્પનાને અનુકૂલ મળી આવવાથી તે જૂના મતને પકડી રાખવા અને નવા મતને સ્વીકાર ન કરે તેમાં ચા તે અજ્ઞાન છે કાં તે દુરાગ્રહ છે.
વસ્તુસ્થિતિ છે તે આ છે. માત્ર હું એક જ માનું છું એમ નથી. બીજા વિદ્વાને પણ એમ માને છે.
(1) The Sanchi inscription of the year 93-412-13 A. D., records a donation by Amrakār. dava, a dependant of Chandragupta II at Kakanadabota.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com