________________
(૧૭૭) ( 40 ) The accession of Prasenajit has been dated in circa. 533 B. C.
Chronology of Ancient India, P. 253 ઉપરના આટલા બધા જુદા જુદા પુસ્તકેઃ પ્રાચીન આગમથી લઈ કરી અર્વાચીન છેલ્લામાં છેલ્લી શોધખેળપૂર્ણ પૌત્ય અને પાશ્ચાત્ય વિદ્વાનેથી લખાયલા ઐતિહાસિક પુસ્તકના પુરાવાથી રાજા પ્રસેનજિતની હકીક્ત જાણું, અને તેમાં પ્રસેનજિત અને પર્સનદિ એક છે તે પણ જાણ્યું; પરંતુ પ્રસેનજિત અને પ્રદેશી રાજા એક છે એ કયાંથી પણ ઉલ્લેખ મળે નથી, મળતું નથી, છતાં પ્રાચીન ભારતવર્ષમાં એમ લખવું કે “ બૌદ્ધ ગ્રન્થને રાજા પ્રસેનજિત અને તેના ગ્રન્થને રાજા પ્રદેશી એક જ વ્યક્તિ હશે, અથવા આગળ જઈને એમ નિશ્ચય કરી દે કે “તેની કેશળની રાજધાની અધ્યા ગણાતી હતી... ( ત્યાંના) રાજાનું નામ પ્રસેનજિત હતું અને તેને જ પસાદિ અથવા પ્રદેશી પણ કહેવાય છે.” એમ લખી નાખવું એ તે હડહડતું જુઠાણું છે. જે લકે અતિહાસિક અનવેષણમાં જીવન વિતાવે છે, જે પૂર્વાચાર્યો તત્કાલીન સમયને સત્ય ચિતાર આપે છે તે બધાને “પ્રા. ભા.” લેખક શું વિચાર વગરના કે અનુભવ વગરના ગણાવવા માગે છે? અને તે પણ અસત્ય, અસંબદ્ધ અને નિમૂળ કલ્પના કરીને ?
ઉપર પ્રમાણે પ્રસેનજિતની હકીકત જાણ્યા પછી પ્રદેશી રાજાને પણ ઇતિહાસ તપાસી જઈએ.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com