________________
( ૫ ) ગ્રન્થની રચના કરતી વખતે શરૂઆતમાં સ્વધર્મના પ્રણેતાને પ્રણામ કરે છે. પાણિનિના કયા ગ્રન્થમાં તેમણે અહંતને નમસ્કાર કરાયા હોય એમ વાંચ્યું છે? કલપના પણ કંઈક સાધાર ને સંગત લખાય છે તે વાસ્તવિક ગણાય.
વળી તેઓ માત્ર કલ્પના કરીને જ નથી બેસી રહ્યા. તેમણે તો “જૈનધર્મી જ હતા ” એમ લખીને પોતાને અંતિમ નિર્ણચ જગતને આપી દીધું છે. આ નિશ્ચયવાચક શબ્દપ્રયોગ તે એ જ સૂચવે છે કે તેમણે જાણે બધા પ્રમાણે મેળવીને સિદ્ધ કરી નાખ્યું હોય કે પાણિનિ જેને જ હતાપરંતુ પ્રમાણ એકે નથી આપ્યું.
બીજી તરફ તેના ત્રીજા ભાગમાં વળી કાંઈક ઊલટું જ લખાયું છે. તેમાં લખ્યું છે કે
માત્ર ચાણકયજીને જ મેં જૈનમતાનુયાયી માન્યા છે. પાણિનિના ધર્મ વિશે મારા જાણવામાં અદ્યાપિ પર્યન્ત કાંઈ આપ્યું જ નથી;
પ્રા. ભા. ૫. ૩, પૃ. ૨૨૬. એક તરફ લખે છે “જૈન ધમી જ” હતા; બીજી તરફ લખે છે “તેમના વિશે મારા જાણવામાં જ કાંઈ આવ્યું નથી” આ અસંબદ્ધ પ્રલાપ જેવું નથી લાગતું ? પ્રથમ ભાગમાં પાણિનિના ધર્મ સંબંધી લખવામાં ભૂલ થઈ છે એ સમજવા છતાં, અને સંગતિષથી એ ભૂલ થઈ છે એમ પ્રશ્નચર્ચામાં માનવા છતાં, ત્રીજા ભાગમાં સમાલોચક ઉપર દુષારેપણુ કરવાની વૃત્તિ છેક જ તિરસ્કરણય કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com