________________
( ૧ ) એટલે “પ્રાચીન ભારતવર્ષના લખાણ પ્રમાણે ઈ. સ. પૂ. પ૨૮માં કૃણિક રાજાનું રાજા થવું, શ્રેણિકનું મૃત્યુ અને ઈ. સ. પૂ. પ૨૪ માં ચંપાને પુનરુદ્ધાર એ બધી બિના તદ્દન અસંભવિત, અસંગત અને અસત્ય ઠરે છે, એમ કેઈ* સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ કહી શકે.
ભીય ગામ અને રિજુવાલુકા નદી પ્રાચીન ભારતવર્ષમાં દક્ષિણ ભારતવર્ષમાં મધ્ય પ્રાંતમાં આવેલ ભારહેતને જલીય ગામ તરીકે ઓળખાવ્યું છે. તે સોન નદીની શાખા નદી ઉપર આવેલું બતાવ્યું છે અને ત્યાં ભગવાનને કેવળજ્ઞાન થયું હતું એમ જણાવ્યું છે. તેમાં એમ લખ્યું છે કે- હાલના મધ્યપ્રાંતમાં આવેલ નાગડ રાજ્યની સત્તામાં ભારહત નામનું ગામડુ જે આવી રહેલ છે તે સ્થાન આ (કેવળજ્ઞાનપ્રાપ્તિ)ની તીર્થભૂમિ સમજવી. પાટલીપુત્ર શહેરવાળી સેન નદીની શાખાનદી ઉપર તે આવેલું છે, તેમજ રેલ્વે લાઈનના સતના જંકશનથી થોડાક માઈલ ઉપર તે સ્થાન આવેલું છે. ત્યાં ભારતસ્વપ નામથી ઓળખાતે માટે સૂપ ઊભું કરાયેલ છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૩૭૪. ટી. જભયગામનું સ્થાન-કેવલ્યકલ્યાણક-આ સંબંધમાં જણાવવાનું કે–ભગવાનની છદ્મસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસું કૌશા
x અસલી નામ “ નાગદ” છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com