________________
(૧૩૭) શ્રી પાર્શ્વનાથના પ્રથમ ગણધર શ્રી શુભદત્ત થયા. તેમની પાટે બીજા પટ્ટધર શ્રી હરિદત્ત થયા. તેમની પાટે ત્રીજા પટ્ટધર શ્રી આર્યસમુદ્ર થયા. તેમની પાટે ચોથા પટ્ટધર શ્રી કેશી ગણધર થયા. તેમણે પરદેશી રાજાને પ્રતિબંધ આપે, એમ રાજપ્રશ્રીય ઉપાંગમાં કહ્યું છે.
પટ્ટાવીસમુથ, પૃ. ૨૮૪. એટલે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પાટે શુભદત્ત, પછી શ્રી હરિદસ, પછી શ્રી આર્યસમુદ્ર અને પછી ચોથી પાટે શ્રી કેશી ગણધર થયા છે, પણ તેથી તે શ્રી પાર્શ્વનાથના ગણધર કહી શકાય નહીં. તેમને શ્રી પાર્શ્વનાથના અનંતર શિષ્ય પણ કહી શકાય નહીં કિન્તુ તેમનું તીર્થ ચાલતું હતું એટલે તે હિસાબે તેમના પૂર્વાપર પટ્ટધર શિષ્ય કહી શકાય.
श्रीपार्श्वनाथशिष्यता चास्य तत्संतानीयतया ज्ञेया, साक्षात् तच्छिष्यस्य हि श्रीवीरतीर्थप्रवृत्तिकालं यावदवस्थानानुपपत्तेः ।
(કેશી મુનિનું) શ્રી પાર્શ્વનાથનું શિષ્યપણું તેમના તીર્થ કે સંતાનપણને લીધે થઈ શકે, કારણ કે શ્રી મહાવીરના તીર્થકાળમાં શ્રી પાર્શ્વનાથના હસ્તદીક્ષિત શિષ્ય હેવાનું સંભવતું નથી.
उत्तराध्ययन सूत्र (भावविजय कृत ) अ० २३, पृ. ४५४
એટલે કે તત્તીર્થન શ્રી પાર્શ્વનાથના શિષ્ય ગણી શકાય, પરંતુ પાર્શ્વનાથના ગણધર તો કહેવાય જ નહીં.
તેમાં પણ જ્યારે કેશી મુનિ અને કેશી ગણધર જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com