________________
( ૭૦ ). શ્રી મહાવીરને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થતાં તેણીએ દીક્ષા લીધી હતી.
પ્રાચીન ભારતવર્ષ, પુ. ૧, પૃ. ૧૧૫ આમાં જે સાડાત્રણ માસ પછી કેવળજ્ઞાન થયાનું લખ્યું તે વ્યાજબી નથી, કારણ કે વસુમતીનું ચંદનબાળા નામ તો અભિગ્રહ પૂરે થયે તે પહેલાં રાખવામાં આવ્યું છે.
तीए चंदणसरिसेहिं रंजिओ विणय--वयण-सीलेहिं । सेही सपरियणा चंदणत्ति नामं कुणइ उचियं ॥
कुमारपालप्रतिबोध पृ. १८७ જ્યારે મહાવીરને કેવળજ્ઞાન તે અભિગ્રહ પૂરો થયા પછી લગભગ અગિયાર મહિને થયું છે. જેઠ માસમાં અભિગ્રહ પૂરે થયો અને તે પછી વૈશાખ માસમાં કેવળ જ્ઞાન થયું એ હિસાબે “સાડાત્રણ માસ પછી કેવળજ્ઞાન થયું તે બિના અસંબદ્ધ અને ઈતિહાસથી વિરુદ્ધ કરે છે.
પ્રા. ભા.ના લેખકે કઈ રીતે ગણત્રી કરી હશે તે કહી. શકાય નહીં, પણ અનુમાન થાય છે, તેમણે અભિગ્રહ ધારણ કરવાના માસના સમયથી જ કેવળજ્ઞાન થયાના માત્ર મહિનાની ગણત્રી કરી–પૌષથી વૈશાખ સુધીમાં લગભગ સાડાત્રણ માસ થવાનો સંભવ છે એ રીતે ગણી કાઢ્યા હોય અને આગળ પાછળની હકીકત અને સમય ખ્યાલ બહાર રહી જવા પામ્યા હોય. ખરેખર જે એમજ ગણત્રી થઈ હોય તે તે પ્રમાણે આખા એક વર્ષની હકીકતને ગોટાળે થયો કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com