________________
( ૮૪ ),
છે તે જલહીયાનું લખાણ જ શુદ્ધ હકીકત રજૂ કરે છે... તેનું ખરું લખાણ આવું છે.
પૂરવ દિશિ પાવાપુરી અદ્ધ ભરી રે; મુગતી ગયા મહાવીર તીરથ તે નમું રે.
તીર્થમાળા સ્તવન” ૬ઠ્ઠી કી પારિગ્રાફ ૫
હવે આગળ જતાં તે બન્ને જગચિંતામણિ અને તીર્થમાળા સ્તવન)ની કડીઓને મેળવીને પૂર્વ અને પશ્ચિમ દિશાને ખીચડો કરી નાખવામાં આવ્યો છે અને આગળ વધીને તે બને સ્થાનમાંથી સાંચીને જન્મ આપવા મથે છે તે આપણે જોઈશું.
દેહમુક્તિ એક ઠેકાણે થાય એ ખરું પણ એ દેહમુક્તિ પાવાપુરીમાંથી ઊઠી સાર અને સાંચીમાં શી રીતે આવી શકે?
વળી દેહમુક્તિને એક જ સ્થળે બતાવવા માટે પાવાપુરી અને સાચારને પરાં બતાવી દીધા. પણ એ પરાં કઈ નગરીનાં હતાં તે પણ સાથે સાથે બતાવવું જોઈતું હતું.
પર”થી અર્થ એ નીકળી શકે કે પાવાપુરીથી લઈને સાચાર સુધીની અને તેની આસપાસની એક જ નગરી હતી અને ઘાટકેપર ને વિલેપારલા જેમ મુંબઈના બે પરાં છે તેમ પાવાપુરી અને સાચોર એ બે પણ કેઈ નગરીનાં પરાં હોવાં જોઈએ એમ સ્પષ્ટપણે જ લખી નાખવું જોઈતું હતું. આવી બધી કિલષ્ટ કલપના શા માટે કરવી પડે છે અને ઈતિહાસને આમ શા માટે વિકૃત કરવું પડે છે એ કળવું મુશ્કેલ છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com