________________
( ૮૭ ) એ તે ઠીક પણ જે ખરી હકીકત છે તેને અપભ્રંશ માની છે અને કલ્પનાભર્યા શબ્દને સત્ય માન્ય છે, એ કાંઈ ઓછું અનર્થકારક નથી.
પાવાપુરી સંબંધી પ્રાચીન લેખકે, ઐતિહાસિક પુરુષ, લહીયાઓ વિગેરે બધા ય, લેખકને ભૂલવાળા અને ભૂખ લાગ્યા છે અને “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકના કાલ્પનિક લખાણે જ સત્ય હકીકત છે; શું એમ કહેવાને આશય છે? પારિગ્રાફ ૯
આમાં સંસ્કૃત પ્રાકૃત શબ્દની વ્યુત્પત્તિ ને ઉત્પત્તિ કરી દેખાય છે. તેમાં સરચીઉરિનું સંસ્કૃત રૂપ સત્યપુરી બતાવ્યું છે અને સત્યનગરનું પ્રાકૃત રૂપ સાચાર બતાવ્યું છે, પણ તે બન્ને અસત્ય છે. સચ્ચપુરિ જે પ્રાકૃત હોય તે તેનું સંસ્કૃત નામ સત્યપુરિ નહીં પણ સતીપુરિ થાય; પણ તે નામ જ અશુદ્ધ છે; જ્યારે સત્યનગરનું પ્રાકૃત રૂપ સાચાર નહીં પણ સચ્ચનયર થાય. તેને વ્યાકરણના સૂત્ર સાથે વધુ સમજાવી શકાય પણ વ્યાકરણ ચર્ચવું અહીં અસ્થાને છે. સાચાર એ સંસ્કૃત નામ નથી તેમ પ્રાકૃત નામ પણ નથી. તે તે પ્રચલિત ભાષાને શબ્દ છે. પારિગ્રાફ ૧૦
અહી પણ એક નવીન કલ્પનાને ભાસ થાય છે. સંચયપુરી ઈતિહાસમાં કયાંય નજરે પડતું નથી. વળી સંચીપુરીનું નામ સંચયપુરી કરાવી દેવું અને કેાઈ બુદ્ધિશાળીએ સંચીપુરી નામ ગોઠવી દેવું આવી માર્મિક કલ્પનાઓ અને ઐતિહાસિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com