________________
(૧૨૫)
અવગ્રહ ન મુકાયાથી રૂતો ટૂંતિ વચાય, પરંતુ તેમાં પણ લખતાં લખતાં ને બદલે તે લખાઈ જાય તે સ્વાભાવિક રીતે વાંચવામાં વં ને બદલે હું વંચાઈ જાય. લખાણની આવી અશુદ્ધિઓ વિચારપૂર્વક દૂર કરી શકાય છે.
પરંતુ જ્યારે કઈ પ્રમાણિક પુરુષ પ્રમાણ આપી બતાવે ત્યારે તે વસ્તુને સ્વીકાર કરે જોઈએ; તેમાં દુરાગ્રહ કામને નહીં.
મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ જે પ્રમાણ આપ્યું છે તે આવશ્યકસૂત્ર નિયુક્તિનું હતું. ભરતેશ્વર બાહુબળિ વૃત્તિ અને તેના ભાષાંતર કરતાં સાવરથ નિશિ તથા ગાવર ચૂ તે બહુ પ્રાચીન ગ્રંથ ગણાય. એટલા માટે પણ તેને સ્વીકાર કરે જરૂરી હતું. એ સ્વીકાર કર્યો હતો તે આવા અક્ષમ્ય દોષ પુસ્તકમાં રહેવા ન પામત.
વળી લેખકે સ્વયં “ભરતેશ્વર બાહુબળિ” ની મૂળ પ્રતે કઈ વિદ્વાન પાસે તપાસવરાવી હતી તે ભાષાંતરને દેષ પણ પુસ્તકમાં આવવા ન પામત.
ભાષાન્તરકારને અશુદ્ધ કેપીઓ મળી હોય અને તેના ઉપરથી જ ભાષાંતર કર્યું હોય તે ઉપર બતાવ્યું તેમ, ભાષાન્તરમાં પણ અશુદ્ધિ ને ગેરસમજૂતી રહી જવા પામે તે શક્ય છે. એટલે ભાષાન્તરની સાથે મૂળ ગ્રન્થ પણ તપાસવામાં આવે તે ઘણે ફેર પડી જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com