________________
( ૮ ) ચૈત્યવંદન તથા તીર્થમાળાનું સ્તવન) મેં પ્રમાણ-પુરાવારૂપે રજૂ જ કરી નથી. તે તે માત્ર તે સ્થાનનું માહાભ્ય ગાતાં કથન છે એમ જણાવ્યું છે એટલે કે તેમાં આવાં નામે આવે છે એટલું જ સૂચન કર્યું છે. ”
જેન’ ૨૬-૪-૩૬ પરિગ્રાફ ૧૨
તે બે વસ્તુ પુરાવારૂપે નથી એમ શા ઉપરથી કહેવાય ? પુરાવાને બીજું શું બાકી હોય ? તે બન્ને બાબતને ઈતિહાસ, રચનાકાળ, કર્તા વિગેરે બધી સાબિતી આપી, જૈન ગ્રંથ તરીકે બતાવી, તેની પ્રાચીનતા અર્વાચીનતાને ખ્યાલ આપી જે મુખ્યપણે લાગ્યા તે બે પ્રમાણુરૂપે રજૂ કર્યા છતાં લખે છે કે તે પુરાવા તરીકે નથી !
ઘડીભર માની લઈએ કે તે પુરાવારૂપે નથી, તે પછી પાવાપુરી સંબંધી જે હકીકતે લખી તે કાળકલ્પિત જ સમજાય; કારણ કે સાંચી કે સાચેરને પાવાપુરી તરીકે ગણવા અને તેને માટે પ્રમાણ ન આપવા ને કેવળ કલપનાઓ કરવી, તે કલપનાને ઈતિહાસનું રૂપ આપવું, એ વિદ્વાનેમાં ઘડીભર પણ પ્રમાણિત ન મનાય.
એ તો ઠીક પણ પાવાપુરીની હકીક્ત સંબંધી એ બે બાબતેને “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાંથી કાઢી નાખવામાં આવે તે કેવળ કલ્પનાઓ જ બાકી રહે છે.
વળી એ કલપનાના આધાર પણ મુખ્ય એ બે વસ્તુઓ જ છે. એ બે વસ્તુ નીકળી જાય તે કલપનાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com