________________
( ૮૧ )
અથવા સાચારનગર તે એક જ સ્થાનદશક બે શ થયા.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૮, (૧૦) “એટલે એક વસ્તુ ઉપર ધ્યાન જાય છે કે, તે પ્રદેશમાં અનેક સ્તૂપને સમૂહ આવેલ હોવાથી.સંચયસંગ્રહ તરીકે એકઠા કરેલ હોવાથી તેનું નામ સંચયપૂરી કરાવી દેવામાં આવ્યું હોય. અને કઈ બુદ્ધિશાળીએ, તેમાંથી પણ સુધારીને, મૂળ નામ જે સચ્ચીપુરી હતું તેને અનુરૂપ થઈ પડે તેવું જ નામ બનાવીને, સંચયપુરીને બદલે સંગીપુરી ગોઠવી દીધું હોય, તો તે બનવાજોગ છે. આ પ્રમાણે આ નગરીના નામને લગતે ઈતિહાસ સંભવિત ગણી શકાય.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૯-૯૦ સંચીપુરી નામ તે પાછળથી ગાઠવાયું લાગે છે. બાકી ખરું નામ તે સત્યપુરી હશે. જેને માગધી ભાષામાં સચ્ચપુરિ કહેવાય અને તેનું રૂપાંતર થઈ સંચી–સંચયપુરી નામ પડ્યું લાગે છે. ”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૫ (૧૧) “અત્યારે જેને પ્રજાને મુખ્ય ભાગ શ્રી મહાવીરની નિર્વાણભૂમિ માટે પાવાપુરી નામનું સ્થળ તો માને છે જ, પણ તેનું સ્થાન ઠેઠ બંગાળ ઈલાકામાં જણાવી રહ્યા છે.
જ્યારે તે સ્થાન ત્યાં ન હોઈ શકે, પણ આ અવંતિના પ્રદેશમાં જ છે એમ, આવા પ્રકારના એતિહાસિક પુરાવાથી જણાવી શકાય છે.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com