________________
વળી મહારાજા ખારવેલ અમુક ધર્મના ન હતા માટે અમુક ધર્મના હતા એમ કલ્પના કરી નિર્ણય બાંધે છે. વાસ્તવમાં એ ઐતિહાસિક હકીકત ન કહેવાય. હકીકત પાછળ પ્રમાણે જોઈએ. કલ્પના એ ઇતિહાસ નથી. આગળ જતાં કહે છે–
મતલબ કે, તેમને જૈન કે આજીવિકમતને ગમે તે લેખવતાં છતાં તે વૈદિક કે બૌદ્ધ નહોતે.”
જૈન ૧૯-૪-૩૬. જો આવું જ ઈતિહાસમાં લખવું હોય કે લખાતું હોય, અને લોટને હાંડાની કલ્પના કરીને અને પત્થરાને સોનાની કલ્પના કરીને કે પત્થરને તાંબુ લેખવીએ કે સોનું લેખવીએ એમ જે લખાતું હોય તે ઈતિહાસ લખવાની ને ઈતિહાસનું નામ આપવાની જરૂર ન હોય. ગમે તે હકીકતને ગમે તે રીતે ઉલટાવી નાખવી કે ગમે તેની હકીક્ત ગમે તેને નામે ચડાવી દેવી તેને ઈતિહાસના નામે કોણ ઓળખે?
ખારવેલની ખરી હકીકત હવે મહારાજા ખારવેલ સંબંધી ખરી હકીકત શી છે તે તપાસીએ અને તેના પ્રમાણે જોઈએ.
પ્રાચીન ભારતવર્ષમાં મહારાજા ખારવેલને આજીવિક મતના એાળખાવ્યા છે એ આપણે ઉપર જોઈ ગયા. તે હકીકતને પૂરવાર કરવા તેમણે તે વખતે પ્રચલિત ધર્મોનું અવલંબન લીધું છે. પરંતુ તેમણે તે માટે પણ કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com