________________
(૨૨)
પાણિનિ, કાત્યાયન અને પતંજલિ ત્રણ ગણાવ્યા છે એટલે કાત્યાયન અને પતંજલિ અને ભિન્ન સિદ્ધ થાય છે, છતાં પ્રાચીન ભારતવર્ષમાં એક હેવાની કલ્પના કરાઈ છે. પણ ઈતિહાસની દૃષ્ટિએ તે કુટિલતા અને ધૃષ્ટતા કહેવાય.
ખરી હકીકત એ છે કે-શાકટાયન, કાત્યાયન અને પતંજલિ એ ત્રણે વ્યક્તિઓ ભિન્ન છે અને એ ત્રણેને સમય પણ ભિન્ન છે.
આ બાબતમાં તેમની સાથે પ્રશ્નચર્ચામાં તેમણે જુદે જ કંઈક જવાબ આપ્યો છે. તેમણે એ હકીકતને ક્ષન્તવ્ય ગણી લેવા જણાવ્યું છે પરંતુ મારે એ સ્પષ્ટ કરવું જોઈએ કેઆવી બાબત કાંઈ ઘરઘરની ભૂલ નથી કે તેમાં ક્ષન્તવ્ય ગણી લેવા જેવું હોય. અથવા કેઈને ફક્તવ્ય ગણી લેવાનું કહેવા જેવું હેય.
હું માની લઉં એથી કાંઈ ઈતિહાસની હકીકતમાં ફેરફાર થવાનું નથી. હું માની લઉં કે ભગવાન મહાવીર થયા નથી એથી ભગવાન મહાવીર મટી જવાના નથી; પરંતુ હકીકતોને જ્યાં જ્યાં ઉલટાવીએ છીએ કે વિકૃત કરીએ છીએ ત્યાં ત્યાં સાહિત્યમાં, ઈતિહાસમાં અને ભવિષ્યકાળની પ્રજાનીમાન્યતાઓમાં ભારે અનર્થ થઈ પડે છે અને ઈતિહાસકારે અપ્રમાણિક મનાય છે.
શાકટાયન અને કાત્યાયન તે જગપ્રસિદ્ધ વ્યક્તિઓ છે. ગમે તે સંસ્કૃત વ્યાકરણના વિદ્યાથીથી લઈ કરી પારંગત સાહિત્યકાર સુધી બધા વિદ્વાન અને શિક્ષિત જનસમૂહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com