________________
( ૧૫ )
પુસ્તકાના આધારા કે ગ્રન્થોની તપાસ થઈ નથી. ગ્રન્થ લખતાં પહેલાં શાસગ્રન્થા તપાસવામાં આવે તે આવી ભૂલે થવા ન પામે.
વળી જે હકીકતના પુરાવારૂપે મનકમુનિનું દૃષ્ટાંત આપ્યું છે તે પણ બિનજરૂરી છે.
બીજી વાત એ મળે છે કે પુસ્તકમાં તેમની ઉંમરની આબતમાં શંકાસ્થાન નજરે પડતુ નથી. બલ્કે ઊલટું સાલવારી અતાવવાપૂર્વક બાર વર્ષની ઉમરેજ એમ શબ્દ લખાયેા છે. આ શબ્દો તા એકાન્ત નિશ્ચયને સૂચવનારા છે અને તે પેાતાના છેવટના નિષ્ણુય હાય એમ વાચકવર્ગને લાગે. અર્થાત્ શાસ્ત્રીય પુરાવા વાચકવર્ગને અસત્ય લાગે. ઇતિહાસ લખવાની આ શૈલી નથી. આવી ભ્રામક શૈલીથી લખાયલા પુસ્તકા—અને તે ખાસ કરીને ઇતિહાસના પુસ્તક ભવિષ્યમાં ભારે અધાધુંધી કરી મૂકે. ઇતિહાસરચનામાં મહું અન્વેષણ, વિદ્વાનાના અને ગ્રન્થાને ચિરપરિચય અનિવાર્ય આવશ્યક થઈ પડે છે.
મનક મુનિ કેટલી ઉમરે અવસાન પામ્યા ?
ઉપરની હકીકત તે બધી ભ્રામક અને અસત્ય ઠરી છે એટલે હવે એ નિર્ણય કરવા રહ્યો કે સનક મુનિનું મૃત્યુ કેટલા વર્ષે થયુ હાવુ જોઈએ. કેટલાક પ્રમાણેાથી એમ નિશ્ચિત થઈ શકે છે કે તેમનુ અવસાન લગભગ ૮ થી હું વર્ષની ઉંમરે થયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com