________________
પ્રથમ પરિચ્છેદ
કશાન વંશ
ટૂંક સારઃ—કુશાનવંશના સમય ઈ. સ. ૧૦૦ બાદના છે એટલે કે આ પુસ્તકની સમય મર્યાદા ટપી જાય છે, છતાં તેનું વર્ણન આપવું પડે છે તે સંબંધી પ્રવેશકમાં આપેલ ખુલાસા——હૂણ અને કુશાન પ્રજાના આર્ય તરીકેના આપેલ પરિચય તથા તે મેની વચ્ચેના બતાવેલ તફાવત—કુશાનની સત્તાના અને રાજ્યકાળના કરી આપેલ નિર્ણય— જુદાજુદા વિવાદ કરી, ઉપજાવી આપેલ તેમની નામાવળી તથા તેમને અનુક્રમ— અંતમાં તેમના સંબંધી અત્યાર સુધી ચાલી આવતી દૂર કરેલી ભ્રમણા—તેમ કરવા જતાં વચ્ચે વચ્ચે ઉભી થતી મુશ્કેલીઓના આપેલ ખ્યાલ અને છેવટે ગેાઢવી માપેલ સાલવારી—
કુશાન પ્રજામાં સમાયલી જાતિઓનું આપેલ વર્ણન તથા ઉદ્ભવ—કુશાન પ્રજાના ફડસીઝ પહેલા સાથેના સંબંધ કેવા પ્રકારના હાઈ શકે તેની કરેલ ચર્ચા—તથા તેના રાજકીય જીવનને આપેલ આછે ખ્યાલ કડીઝ બીજે હિંદનૃપતિ થયે। હાવા છતાં, તેને બહારના કેમ ગણવામાં આવ્યે છે તેનું પતાવેલ કારણ—તેના જયપરાજય તથા રાજ્યવિસ્તાર સંબંધી લીધેલ લખાણપૂર્વક તપાસ—ઉત્તર હિંદનાં એ માટાં શહેરા, તક્ષિલા અને મથુરા, તેના રાજકીય જીવન સાથે કેટલે દરજ્જે સંકલિત હાઈ શકે તેની પ્રશ્નોત્તરી કરીને બતાવી આપેલ નિર્ણય—કુશાન સંવતની સ્થાપના વિશેના આપેલ થાડાક ઘટસ્ફોટ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com