Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 473
________________ [૧૫] દાક્તરી જ્ઞાન મેળવી પુરાણું વસ્તુશાસ્ત્રને અભ્યાસ કરી જનતા સમક્ષ પ્રાચીન ભારતવર્ષ વિશેનું પિતાનું મંતવ્ય. આટલા શ્રમપૂર્વક ધરવા માટે ડો. ત્રિભુવનદાસને અભિનદન ઘટે. આ વિષય એટલે ગહન છે અને સતત થતી નવીન શોધને લીધે આપણું આર્યાવર્તના પ્રાચીન ઇતિહાસ સંબંધી જ્ઞાનમાં એવા ફેરફારો થયા કરે છે, કે એ બાબતમાં કઈ પણ મત પૂરે હોઈ શકે જ નહિ, “મુંડે, મુંડે મૂર્તિ ભિન્ના,” એ સૂવાનુસાર દરેકને દણિકણ જુદો હોય અને દરેકનું વલણ તેમજ ઉદેશ પણ ભિન્ન હય, એટલે આવા વિષયમાં મતભેદ તો થવાના જ, પરંતુ એમ થતાં જ આખરે સત્ય વસ્તુ તરી આવે છે. લોકો એટલી ઝીણવટથી આવાં પુસ્તક વાંચતા થાય એજ આ પ્રયત્નની સફળતા માટે બસ છે. પ્રસ્તુત પુસ્તકમાં ચોથા ખંડના બે પરીર છે તથા પાંચમાના ચાર અને છઠ્ઠાના અગીયાર મળી કુલ ૧૭ પરિચ્છેદેને સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર ભાગમાં આખો વિષય સંકેલી લેવાને ઈરાદે હતું અને તેથી દરેક પુસ્તકમાં પૂરેપૂરા બે ખેડે આપવાનો વિચાર હતું પરંતુ ગ્રંથની વિપુલતા જણાતાં એક સરખા પાનાંના પાંચ ભાગમાં આ ગ્રંથ સંપૂર્ણ કરી લેવાનું ઉચિત ધાર્યું છે. મૂલ્યમાં તે પ્રમાણે વધારો જુજ પણ રહેશે જ. ચોથા ખંડના બે પરિચછેદોમાં મોર્યવંશની પડતીનાં કારણે તથા જુદા જુદા સમ્રાટોના સમયમાં મર્યાષ્ટ્ર વિસ્તાર બતાવવામાં આવ્યો છે. પાંચમા ખંડમાં શુંગવંશ સમયે ભારતની સ્થિતિ તથા છઠ્ઠા ખંડમાં પરદેશી હુમલાઓથી માંડી શાહીવંશની સમાપ્તિ સુધી તેમજ ઓશવાળ, શ્રીમાળ, પિરવાડ, તથા ગુર્જરની ઉત્પત્તિ પણ છેવટના પરિછેદમાં આપી છે. દરેક સમયનાં વર્ણનનાં સમર્થક સાધનો જેવા કે સિક્કા, નકશા વિ. સમજુતી સાથે આપેલાં છે. કર્તાએ ખૂબ અભ્યાસપુર્વક આ ગ્રંથ તૈયાર કરેલ હોવાથી અભ્યાસકેને જાણવાનું વિશેષ મળશે અને જુદાં જુદાં દૃષ્ટિબિંદુએથી જુદી જુદી બાબત પર પ્રકાશ પાડી શકશે. આવા અભ્યાસ પૂર્ણ પુસ્તક માટે જેમનાથી બની શકે તેટલી મદદ આપી ઉત્તેજન આપવું જોઈએ. ગુજરાતી ભાષાના એતિહાસિક ધળ વિભાગમાં આ પુસ્તકથી ઘણે સારો ઉમેરો થાય છે. અને તે સાથે ભાષાનું સાહિત્ય ગૌરવ પણ વધે છે. વડોદરા રાજ્યના કસ્બા પુસ્તકાલયે જરૂર આ પુસ્તકના બધા ભાગ ખરીદે અને એ દ્વારા રાજ્યની શિક્ષિત પ્રજાને પ્રાચીન ભારતનું જ્ઞાન પૂરું પાડવામાં યથાશક્તિ મદદ કરે એ ઈચ્છવા ગ્ય છે. શબ્દકોષ, સમયનારી, તથા વિસ્તૃત અનુક્રમણીકા દ્વારા તથા ચિત્રો, લેખે, નકશા, સિકકા, વગેરેની સમજુતીથી પુસ્તકની યોગ્યતા તેમજ તેનું રહસ્ય સમજવામાં ઘણી સહાય મળે છે. આશા છે કે ગુજરાતી સાહિત્યના રસિયાઓ ઉત્તેજન આપશે જ. તા ૧૮-૬-૩૮ પુસ્તકાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476