________________
[ 8 ] પણ સંપ્રતિનું છે. તેથી અશોકના આજ્ઞાથે સંપ્રતિના કરે છે. અને એમાં બિદ્ધ નહિ પણ જેનેના મંતવ્યનું જ સમર્થન કરવામાં આવ્યું છે. ચાણકય ન હતું, મોહેજેડેરની મુદ્રાઓમાં જૈન સંજ્ઞાઓ કતરેલી છે. સિદ્ધશિલા (સૂર્યચંદ્ર)ના નામથી ઓળખાતી જૈન સંજ્ઞા તે કદાચ મુસલમાનોના ચાંદતારાની પૂર્વ પ્રતિ પણ હોય. સાંચીને તૂપ, બૌદ્ધોનું નહિ પણ જેનું પવિત્ર સ્થાન છે.
આમાં સિાથી વિવાદાસ્પદ હકીકત અશકને પ્રિયદર્શિનનાં ભિન્નત્ત્વની છે. આ હકીકત પરત્વે વિદ્યાવલલભ ઇતિહાસ તત્ત્વમહેદધિ આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિજી જેવાએ ડો. શાહના કપિત વિચારેનું નિરસન કર્યું છે તે પણ નિર્ણય કરવાનું કાર્ય પ્રાશ્ય વિશારે સમસ્તનું છે એમ માનવું ઉચિત છે. અમે આમાં સંમતિ કે અસંમતિ દર્શાવીએ એના કરતાં એમ કહેવું ઠીક પડશે કે દઢ થઈ ગયેલા મહત્વના ઇતિહાસને જુઠ્ઠો ઠરાવવા માટે એક જ શમ્સના મતે લખાયેલાં હજાર બે હજાર પાનાં પૂરતાં ન ગણાઈ શકે.
| ગમે તેમ હોય, પણ ડો. શાહના પ્રયાસથી એક વાત દીવા જેવી તરી આવે છે કે જે બધાં, બૌદ્ધોનાં અવશેષ તરીકે મનાય છે એમાં જૈનોનાં અવશેષો સેળભેળ થઈ ગયાં હોય એ સારે સંભવ છે. અમને તે એમ લાગે છે કે જન મતની પ્રાચીનતાના હિસાબે અત્યારે જે કાંઈજનેનું માનમાં આવે છે એ બહુ થોડું છે. બ્રાહ્મણે અને બાદ્ધોની જેમ જૈનોને પણ અખિલ ભારતીય કીતિકાળ હોવું જોઈએ એ વધારે સંભવિત છે. અમે એમ ઈચ્છીએ છીએ કે . શાહના મનોરથ બર આવે. અને એમ થાય તે ભારતવર્ષની કીતિ જરૂર વધારે પ્રજવલિત થાય એમ અમારું માનવું છે. એમ નહિ તે પણ પ્રસ્તુત ગ્રંથથી શરૂ થયેલી ચર્ચા ઝીલી લઈને નવી પ્રાપ્ત થયેલી દિશામાં વિદ્વાને પોતાની શેધાળનું લક્ષ્ય દેરવશે તે પણ ડં. શાહને પ્રયાસ ધન્ય બનશે ને ભારતવર્ષના ઈતિહાસના તૂટેલા મંકડાને એક નવી કડી પ્રાપ્ત થશે.
છાપની ને ભાષાની ઘણી અશુદ્ધિ હોવા છતાં આ પ્રકારને ગ્રંથ સવભાષામાં લખીને ૩. શાહે ગુજરાતીની મોટી સેવા કરી બતાવી છે કે ગુજરાતની વિદ્વતાને જગતમાં ઉચ્ચ સ્થાને સ્થાપી છે. એ માટે અમે એઓ મહાશયને ધન્યવાદ આપીએ છીએ. માર્ચ ૧૯૭૭
ઉમિ
પ્રાચીન ભારત વર્ષ ભાગ ત્રીજે –લેખક છે. ત્રિભુવનદાસ લેહેચંદ શાહ. પ્રકાશક શશિકાન્ત એન્ડ કુ. રાવપુરા, ટાવર રોડ વડેદરા, ૧૯૩૭ઃ કદ ૮ પેજ પાન ૩૦+૪૫૦+૧૦ ચિ સહિત મૂલ્ય ૬-૮-૦,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com