Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 475
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સિથિઅન્સ અને પવાઝનાં ઉત્પત્તિ, સરણી, વિકાસ તથા તેમના રાજકર્તા એનાં ચરિત્રા રજુ કર્યા છે, તે ઘણીઘણી પ્રકારની નવી જ ભાત પાડી રહ્યાં છે. ચેાથામાં—ગર્દભીલ વંશના ગંધર્વસેન, શકારી વિક્રમાદિત્ય, વીરવિક્રમ, ધર્માદિત્ય, માધવાદિત્ય, માધવસેન આદિ ૧૧ રાજાઓનાં રિત્રા છે. વિક્રમ, શક, લહરાટ, મહાવીર, માલવ આદિ અનેક સંવતાની સ્થાપનાને લગતી તથા ચકિત કરે તેવી હકીકતા આપી છે. ચેદિ વંશનું વર્ણન છે તેમાં ક્ષેમરાજ, બુદ્ધરાજ તથા ખારવેલનાં વૃત્તાંતે ઉપરાંત હાથીણુંક્ાના શિલાલેખનેા કરાચેલ ખાટા ઉકેલ તથા ગેરસમજૂતિ દૂર કરેલ છે. વળી પેલી સુવર્ણ પ્રતિમાને લગતી આશ્ચર્યકારક ઘટના વર્ણવી છે. કુશાન પ્રજાની ઉત્પત્તિના ઇતિહાસ આપી આખા કુશાનવંશની નામાવલિ તથા સમયાવળી તદ્ન નવેસરથી ગેાઠવવી પડી છે. અનેક નવીન તત્ત્વા તેમાંથી બહાર નીકળી પડડ્યાં છે. તે જ પ્રમાણે ચણવંશની તવારીખ દારી બતાવી તેના સંવતની આદિ અદ્યાપિ જે ઇ. સ. ૭૮ મનાય છે તેને ઇ. સ. ૧૦૩ અનેક પુરાવા આપી સાબિત કરી આપી છે. પાંચમામાં—અ ધ્રવંશના સે વરસના સમયની નામાવળી, વંશાવળી તથા ૩૯ રાજાઓનેા અનુક્રમ, સિક્કા તેમજ શિલાલેખના આધારે ગેાઠવ્યાં છે. તથા તે સર્વેનાં જીવનવૃત્તાંત આપ્યાં છે : વળી શતવહન અને શાતકરણી શબ્દના અર્થમાં રહેલ મમાઁ વિસ્તારપૂર્વક ચર્ચ્યા છે. અંતમાં પાંચે પુસ્તકની ‘સમયાવળી’, ‘વિષયાની ચાવી ’ તથા ‘ શું અને કયાં ’–તે સર્વને એકત્રિત કરી ઘણી મહેનતે સુધારી તૈયાર કરી છે. www.aradvanitrendar comes

Loading...

Page Navigation
1 ... 473 474 475 476