________________
(૧૨]
પ્રાચીન ભારતવર્ષ : ભાગ ત્રીજે. લેખક–ડં. ત્રિભુવનદાસ લ. શાહ. પ્રકાશક. શશિકાન્ત એન્ડ કું. રાવપુરા ટાવર સામે વડોદરા, પાકું પૂંઠું. પૃષ્ઠ. ૩૦+૪૦૬++૪૩ મુલ્ય રૂ. ૬-૮-૦
પ્રાચીન ભારતવર્ષ વિસ્તૃત ઈતિહાસ. પાંચ વિભાગમાં પ્રગટ કરવાની હૈ.ત્રિભુવનદાસની યોજના અનુસાર આ ત્રીજે ગ્રંથ છે. પહેલા બે ગ્રંથનાં અવલોકન અમે આપી ગયા છીએ, એટલે ગ્રંથની લેખન પદ્ધતિ વિષે વિશેષ કહેવાનું રહેતું નથી.
- આ ત્રીજા ગ્રંથને આરંભ મોર્ય સામ્રાજ્યની પડતીના વર્ણનથી થાય છે. ત્યારબાદ લેખકે મૌર્યવંશની પછી સત્તા પર આવનાર શુંગવંશની કારકિર્દી વર્ણવી છે. આ પછી પરદેશી હુમલાઓની વિગતે શરૂ થાય છે. બેકટ્રીઅન, ક્ષત્રપ, પાર્ટી અને અને સાથીયનોની સવારીઓનું અને તેમનાં રાજ્યનું વર્ણન પુસ્તકના ઉત્તરાર્ધમાં આવે છે. છેવટે શક, આભિર, ત્રિકુટકનાં સંબંધ વિષે તથા ઓશવાળ, પોરવાડ, શ્રીમાળી અને ગુજરાની ઉત્પત્તિ વિશે કેટલીક અગત્યની ચર્ચા કરવામાં આવી છે. ગ્રંથના અંતે આપેલાં વંશવૃક્ષ, સાલવારી અને વિષયસૂચી અભ્યાસીને ઉપયોગી થઈ પડે તેમ છે. નકશાઓ અને બીજાં ઐતિહાસિક ચિત્રો પણ સંખ્યાબંધ અપાયાં છે.
આ ગ્રંથ સામે આચાર્ય વિજયેન્દ્રસૂરીએ કરેલી ટીકાઓને સંક્ષેપમાં જવાબ આરંભમાં લેખકે આપે છે. આ યોજના અનુસાર બીજા ગ્રંથે પણ ટુક મુદતમાં બહાર પડનાર છે. ગુજરાતીના ઐતિહાસિક સાહિત્ય મંડળમાં તે અગત્યને ઉમેરે કરશે. તા. ૩-૪-૩૮
પ્રજાબંધુ
પ્રાચીન ભારતવર્ષ ભાગ ત્રીજો–લેખકઃ રા. ઉં. ત્રિભુવનદાસ લ. શાહ. પ્રકાશક.
મેશર્સ શશિકાન્ત એન્ડ કું. રાવપુરા ટાવર સામે, વડોદરા. છુટક કીંમત. રૂ. દા. પણ પાંચે ભાગને આ સેટ ખરીદનારને રૂા. ૨૧) માં. હિંદનો ઇતિહાસ જેટલે જૈનેએ અને બુદ્ધોએ સાચવ્યું છે તેટલો વૈદિકોએ સાચવ્યો નથી. લેખક ડો. ત્રિભુવનદાસે પ્રાચીન ભારતવર્ષનું અવલોકન એક કેઈ નવીન દ્રષ્ટિએ જ કરવા માંડયું છે, એટલે તેમાં સ્થાપિત વાતેથી વિરોધ તે આવવાને જ. તેમનું દષ્ટિબિન્દુ કેટલું સાચું છે તે વિદ્વાન ઇતિહાસવિદોએજ મળીને નકકી કરવાનું રહ્યું. ડે, ત્રિભુવનદાસનું દૃષ્ટિબિંદુ છું છે તેને સંપૂર્ણ ખ્યાલ તો તેના પાંચ ભાગ બહાર પડે અને તે વિષે વિદ્વાનોમાં ચર્ચા થાય ત્યારે સમજાશે. ડૉ. સાહેબના પ્રગટ થયેલા ભાગો પર વિદ્વાને તરફથી કેટલીક થર્ચાઓ થઈ છે, પણ ડૉ. સાહેબને તેમના વિચાર પ્રગટ કરતા અટકાવવા ન જોઈએ. જે ભાગે પ્રગટ થયા છે તેમાં જૈન ધર્મ અને તેને પાળનારાઓને વિજય ગવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com