________________
[૧૧] ૉ. ત્રિભુવનદાસના ગ્રંથમાં ઈ. સ. પૂર્વ ૯૦૦ થી ઈ. સ. પછી ૧૦૦-સુધીના એક હજાર વર્ષને જૈન દષ્ટિએ વિચારાયેલે પ્રાચીન ભારતવર્ષને ઈતિહાસ આલેખાયેલો છે. જેને માટે ઘણું અભિમાન લેવા જે આ ગ્રંથ છે.
લેખકના મત પ્રમાણે જે શિલાલેખો દ્ધિધર્મી મહારાજા અશોકના ચોકકસ રીતે મનાય છે, અને તેમાં અપાયેલે ઉપદેશ બાદ્ધધને છે એમ જે અત્યાર સુધી મનાતું આવ્યું છે, તે ખડકલેખો વગેરે અશોક મહારાજાના નથી, પણ એના પછી ગાદીએ બેસનાર તેને પિત્ર જૈન મહારાજા પ્રિયદશિન ઉફે સંપ્રતિના છે, એમ તેમણે સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે.
ચંદ્રગુપ્ત, અશોક, કુણાલ, પ્રિયદર્શી અને તેની રાણીઓ નકકી કરવા માટે તેમણે પ્રાચીન સિકકાઓને પણ અભ્યાસ કર્યો છે, અને તેનાં બે મોટાં પ્રકરણો, સિક્કાઓનાં ચિત્રો સાથે આપ્યાં છે. આ સિક્કાઓને અભ્યાસપૂર્ણ લેખ ગુજરાતી ભાષામાં પહેલવહેલે છે.
ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલે સાધાર ઐતિહાસિક શેધખોળને આ એક અદ્દભૂત ગ્રંથ છે અને રીસર્ચ કરનારા વિદ્વાનેને મુંઝવણમાં નાખનારે છે.
ડો. શાહે એક વરસમાં બે મોટા ગ્રંથો બહાર પાડયા છે, અને તેટલી જ ઝડપથી બાકીના બહાર પાડશે એવી આશા છે. આ ગ્રંથ ગુજરાતની દરેક લાયબ્રેરીએ રાખવા જે છે. આના સારરૂપ જે એક અંગ્રેજી ગ્રંથ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભરતખંડમાં થવા પામે.
આ આખો ગ્રંથ વાંચતાં અને આંખ ચોળતાં આપણને ચમત્કાર, જાદુ, ઇંદ્રજાળ માયાને વિસ્તાર જેવું જ લાગે છે, અને પ્રશ્ન થાય છે કે શું અત્યાર સુધીમાં બધા જ દેશી વિદેશી વિદ્વાને ખોટે માર્ગેજ ચઢી ગયા અને પ્રાચીન ઇતિહાસ ખોટેજ ચીતરી ગયા?
અમે તે અમારા મત પ્રમાણે કિંચિત દિર્શન કરાવ્યું છે. વિશેષ તે બદ્ધ મતના અનુયાયીઓ અને ઈતર વિદ્વાન જ કરી શકે. તા. ૨૭-૯-૩૬
“ગુજરાતી” (સાપ્તાહિક)
મુંબઈ અને ૪-૧૦-૩૬
વિદ્વતા પૂર્ણ ગ્રંથ છે. અને તેમાં દર્શાવેલી હકીકત માટે સિકકાના, શિલાલેખના તથા જાણીતા ગ્રંથકારોના મંતવ્યના આધારે ટાંકી બતાવ્યા છે. અલબત્ત આ ગ્રંથ બહાર પડવાથી પુષ્કળ વાદવિવાદ ઉભું થાય છે, છતાંયે આ પુસ્તકને એક સ્મારક ગ્રંથ કહી શકાશે.
આ પુસ્તકમાં મોર્યવંશની પડતીનું, શુંગવંશનું તથા તે પછી આવતા વંશની હકીકતનું વર્ણન કરાયતું છે. બેકટ્રીઅન્સથી માંડીને ઠેઠ ઈન્ડસિથિઅન્સ સુધીના હિંદ ઉપર ચડાઈ લાવનારા પરદેશી આક્રમણકારોનું વૃત્તાંત પણ તેમાં આપવામાં આવ્યું છે. મુંબઇ, ૧૯-૯-૩૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com