Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 413
________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ ૩૭૧ હતાં. (ભલે આ સમયબાદ અનેક ધર્મક્રાંતિના સમયે તેનું અનુકરણ અન્યધર્મીઓએ કરી વાળ્યું હેાય તે વસ્તુ જુદી છે) એટલે આ નિયમ-સિદ્ધાંતને આપણે તે ધર્મનાં દશ્યાનું રહસ્ય ઉકલનાર એક ચાવીરૂપ ગણીશું. હવે ખીજા એ દૃષ્ટાંતા લઇશું. સંકિસા અને તિરહુટ પીલર્સ (જીએ ચિત્ર આકૃતિ નં. ૪૯ તથા ૫૦). આ બન્નેને વિદ્વાનેએ બૌદ્ધધર્માં જાહેર કર્યાં છે. પરંતુ આમાંના તિરહુટસ્તંભ તા સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિ છે; તેની ટાંચે સિંહાકૃતિ પણ છે. સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પુરવાર કરી અપાયું છે કે તે રાજા જૈનધર્મી હતા અને તેણે પાતાના ધર્મના છેલ્લા પ્રવર્તક શ્રી મહાવીરના જીવનમાંના અમુક પ્રસંગને અંગે ત્યાં સ્તંભ ઉભા કરાવ્યા હતા. વળી તે મહાવીરનું એળખ ચિન્હ–લંછન, સિંહ હેાઇને તેણે તે સ્તંભના શિરાભાગે ગાવી દીધા છે. મતલબ કે તિરસ્ફુટ સ્તંભ જૈનાના છે. તેવી જ રીતે સંકિસા પીલરનું પણ સમજવું. ફેર એટલે જ કે, આ સ્તંભની ટાંચે હાથી છે. અલબત આ હાથીનું માથું ખંડિત થયેલું હાવાથી માત્ર-ધડ જ ઉભું રહેલું દેખાય છે. પરંતુ તેનું ચિત્ર એવા પ્રકારે લેવાયેલું છે કે ધણા ધણા વિદ્યાતાએ તેને સિંહ જ માની લીધેાપ હતા. હવે તે ભ્રમ નીકળી ગયા છે અને તે હાથી જ છે. એમ સ્પષ્ટ થયું છે. આ હાથીના ચિન્હને પણ જૈનધર્મ સાથે જTM સંબંધ છે. તેની સાથે બૌદ્ધધર્મને શું સંબંધ હાઈ શકે તે અમારી જાણમાં નથી. હેાય તે તે ઉપર ક્રાઈ સજ્જન જરૂર પ્રકાશ પાડે એમ આપણે ઈચ્છીશું. એટલે હવે સમજવું રહે છે કે આ બન્ને સ્તંભા પણ જૈનધર્મને જ લગતા છે. ઉપરમાં સ્તંભાની હકીકત તપાસી છે. હવે ચરણ પાદુકા હોય તેવાં દૃશ્યાની હકીકત વિચારીએ. તે માટે એ ચિત્રો રજુ કર્યા છે. તે બન્ને આ પુસ્તકના મુખપૃષ્ઠે જોડેલ છે. આ બન્ને ચિત્રોનું પ્રાપ્તિસ્થાન અમરાવતીસ્તૂપ નામે ઓળખાતા ટાપ, જે ઠેકાણેથી મળી આવ્યા છે તે જ છે; અથવા એમ કહી કે તે સ્તૂપના જ આ અંશા છે. આ અમરાવતી સ્તૂપને મહાવિજયપ્રાસાદ કહેવાયા છે; તેમજ હાથીગુંકાના લેખથી હવે સાખિત થઈ ગયું છે કે તે રાજ ખારવેલે બંધાવ્યા છે. એટલે કે આ અમરાવતી સ્તૂપ તથા તેનું સ્થાન જૈનધર્મનું જ સ્થાન છે. વળી પુ. ૧ પૃ. ૧૫૦ થી આગળના વર્ણને આપણે સાબિત કરી ગયા છીએ કે આ સ્થાને ઈ. સ. પૂ. ૫૮૦ના સમયમાં એન્નાતટનગર નામનું મહા સમૃદ્ધિવાળું અને શ્રીમંત જૈન વેપારીએથી વસેલું શહેર આવી રહ્યું હતું; અનુમાન થાય છે કે આ શહેરને નાશ ઈ.સ.પૂ. આ સ્ત ંભાને અત્યાર સુધી ખૌદ્ધના મનાયા છે એટલે આ પશુઓના ચિન્હાને બૌધર્મ સાથે શું સંબંધ છે તે જાણવાની દરેકને ઇચ્છા થાય જ, (૪) વિશેષ અધિકાર સમ્રાટ પ્રિયદર્શિનનું સ્વતંત્ર જીવન વૃત્તાંતનું પુસ્તક અમે બહાર પાડવાના છીએ તે જીએ. (૫) હિસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઇસ્ટ આર્કીટેક્ચર પુ. ૧. પૃ. ૫૮. The shaft is surmounted by an elephant but so mutilated that even in the 7th cent., the Chinese traveller Hiuen Tsiang mistook it for a lion=સ્તંભની ટાંચે હાથી છે પણ તે એવી ખડિત અવસ્થામાં છે કે, ઈ. સ.ની ૭મી સદીમાં પેલા ચિનાઈ ચાત્રિક હ્યુએનશાંગે તેને સિંહ ધારી લીધા હતા. (૬) ઉપરની ન. ૩ ની ટીકામાં જેમ ચાવીસમા અને પ્રથમ તીર્થંકરનાં લનની હકીક્ત છે તેમ અત્ર જણાવેલ હસ્તી તે બીજા તીર્થંકરનું ચિન્હ ગણાય છે. (૭) મિ. જેમ્સ ફર્ગ્યુસન કૃત હિ, ઈં. ઇ, આ. પુ. ૧. પૃ. ૨૨૩ અને ૪૯ ઉપરથી અનુક્રમે લીધાં છે. (૮) જેમ્સ ફર્ગ્યુસન સાહેબે જણાવ્યું છે કે—From bas-relief at કાતરકામ ઉપરથી લીધેલ છે. Amaravati અમરાવતી સ્વપના (૯) આ બધા વર્ણન માટે ઉપરમાં પૂ. ૩૧૭ થી આગળ જુએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476