________________
ke !
માય વંશના પ્રથમ ચાર શા ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશાક અને પ્રિયાશિનનાં જીવન-ચરિત્રા આ પુસ્તકમાં આલેખાયાં છે. પ્રાચીન શિલાલેખા, સિક્કાઓ અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાના આધાર આપી લેખકે પ્રાચીન ઇતિહાસનું તદ્ન નવીજ દૃષ્ટિબિન્દુ રજુ કર્યું છે. દાખલા તરીકે અશેક અને પ્રિયદર્શિન બન્ને એક નહિ પણ જુદી વ્યક્તિએ હતી. અશેકના શિલાલેખા આદ્ધ ધર્મના નહિ પણ જૈન ધર્મના હતા. મા વંશના આ ચારેય રાજાઓનાં જીવન ઉપર લેખકે નવીન પ્રકાશ કયા છે. ચંદ્રગુપ્ત (સેફૂંકાટસ)તથા પ', ચાણુકય ઉર્ફે કૈટલ્ય વિશેની હકીકત પણ જુદીજ રીતે આલેખાઇ છે, એ વખતે જૈનધમ કેટલા વિશ્વવ્યાપી હતા તે પ્રમાણભૂત આધારાથી લેખકે સાબિતકર્યું છે. લેખકે આ ઇતિહાસ એટલેા તે ઉથલાવી નાંખ્યા છે કે વાચકને આશ્ચય'માં ગરકાવ કરી દે છે. માહિતી રસપૂર્ણ છે. લેખકે રજુ કરેલી હકીકત વિશે કદાચ મતભેદ પડે તે પણ આ પુસ્તકની ઉપયેગીતા વિષે તે એ મત છે જ નહિ. જુદાં જુદાં ચિત્રો, તેના પરિચય સાથે આપવામાં આવ્યાં છે. પ્રાચીન યુગના સિક્કાઓનાં ચિત્રપટ તથા તેના વિષે આપવામાં આવેલી માહીતિનું પ્રકરણું ઘણું મહત્ત્વનું છે.
ગુજરાતી ભાષામાં આવું સુંદર ઉપચેાગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે.
વડાદરા
નવગુજરાત ( સાપ્તાહિક)
(૨૩)
આ પુસ્તકનું ખરેખરૂં આકષ ણુ પ્રાચીન મા વંશના સિક્કા ચિત્રોનું છે. આ ચિત્રાની એક`દર સંખ્યા ૯૫ ની છે. એ સિક્કા કેવા પ્રકારના છે, તેની ઉત્પતિ કેવી રીતે થઈ, તે ઉપર આવેલાં ચિન્હા ધાર્મિક કે રાજદ્વારી છે, ચિન્હા કાતરવાના હેતુ શું છે, વગેરે માહિતી આપવામાં આવી છે, અને તે વાંચ્યા બાદ કહેવાની જરૂર છે કે સિક્કાઓ વિશેની આવી માહિતી એકજ પુસ્તકમાં બહુ ચેાડે ઠેકાણે મળી શકશે....પુસ્તકની ભાષા, સાદી અને સરળ હાવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે અને તેમાં આવેલી ઐતિહાસિક ઘટનાએ એવી તે રસિક છે કે તે કોઈ કહાણી . –કિસ્સાને ભુલાવે તેવે આનંદ આપે છે........માદ્ધ ધમ ભારતવર્ષીમાં કેમ ટકી ન શકચે, તેનાં કારણેા સબંધમાં લંબાણુથી વિવેચન કરે છે અને ભારાભાર પુરાવા આપે છે....આ પુસ્તકમાં જે ખાસ મહત્ત્વની ખાખત લેખક મહાશયે અસાધારણ લખાઈથી ચર્ચી છે તે અશાક અને પ્રિયદર્શિન મહારાજા સાથે સંબંધ ધરાવે છે.આ ખામત બહુ લખાણુથી ચર્ચા કરીને અને સંખ્યાબંધ પુરાવા આપીને એવા નિર્દેશ કરવામાં માન્ચે છે કે પ્રિયદર્શિન અને અશેાક ખન્ને જુદીજ વ્યક્તિ હતી. ઉપલા શિલાલેખા અશાર્ક નહિ પણ પ્રિયદર્શિને કોતરાવ્યા હતા, કેમકે તે પાતે જૈન ધર્મના હતા અને તેથી તેણે જૈનધર્મના મૂળ તત્ત્વરૂપ એ આજ્ઞાએ કાતરાવી તેને ફેલાવા કર્યાં હતા. મહારાજા પ્રિયદર્શિનનું જે ચરિત્ર આ પુસ્તકમાં રજુ થયું છે તે ચિત્ર તદ્ન નવીનજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com