Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 461
________________ [૩ તેમાં એક હજાર વર્ષનો ઈતિહાસ, સાદી, સરળ અને રસમય ભાષામાં આપેલ છે. ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસને આવો મોટે ગ્રંથ કેઈપણ ભાષામાં નથી. પ્રાચીન સમયમાં પ્રવર્તી રહેલા વૈિદિક, બદ્ધ અને જૈન ધર્મ સંબંધી તે વખતે ચાલતી, રાજા, અમાત્ય અથવા પ્રધાન મંડળની વ્યવસ્થા અને બંદીખાનાં, ગ્રામ્ય સુધારણ, પંચાયત, વિદ્યાલય, વ્યાપાર, ખેતી વિગેરે સંસ્થાઓ સંબંધી હકીકત વિસ્તારપૂર્વક આપેલી છે, અને તે ઘણું બાધક છે. એટલે આ ગ્રંથ ઘણો શ્રમ લઈ તથા ઘણાં પુસ્તકના અસલ આધાર, શિલા અને તામ્રલેખે, સિકકા વગેરે જોઈ આધારભૂત ગણી શકાય તેવું બનાવ્યું છે. સર્વ રીતે ઉત્તેજનને પાત્ર છે એમ મને લાગે છે. જન સમાજના, વિદ્વાનોના, વિદ્યાલયોના અને રાજા મહારાજના આશ્રય વગર આવો મટે ગ્રંથ પ્રસિદ્ધિમાં મૂ અશક્ય છે. તેથી તેની સારી સંખ્યામાં નકલે લેવાનું આશ્વાસન આપી તેમના તરફથી ગ્રંથકર્તાને ઉત્સાહ અને ઉત્તેજન મળશે એવી આશા છે. વડોદરા ગેવિંદભાઈ હા. દેશાઈ બી. એ. એલ. એલ. બી. નાયબ દીવાન ડે. વિ. લ. શાહે અનેક નવાં દષ્ટિબિંદુઓ આધાર સાથે આ પુસ્તકમાં રજુ કર્યા હોય એમ જણાય છે. અશોક અને ચંદ્રગુપ્ત સંબંધી તેમનાં મંતવ્ય ઈતિહાસની દુનીઆમાં વિપ્લવ કરાવે એવાં છે. પુસ્તકનો વિસ્તાર પણ ખૂબ છે. આશા રહે છે કે આધારસ્થળોને નિર્દેશ પણ તેમાં થશે જ. સંપૂર્ણ અનુક્રમણિકાની એટલી જ આવશ્યકતા ગણાય. આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઈતિહાસના શેખ વધતો જાય છે, એવા સમયમાં આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં મોટી બેટ પૂરી પાડશે એવાં ચિહ્નો સદર હરતપત્રમાં સ્પષ્ટ જણાય છે. લોહાર સ્ટ્રીટ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ મનહર બિલ્ડીંગ, મુંબઈ બી. એ. એલ. એલ. બી. સોલીસીટર (૧૦) ઈતિહાસના અનભિજ્ઞને પણ પ્રથમ દૃષ્ટિએ જ વધાવી લેવા ગ્ય લાગે એવું આ ગ્રંથ પ્રકાશનનું સાહસ છે. ઈતિહાસ પ્રત્યેની લોકચી અણખીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાઓ પ્રમાદ, પક્ષપાત અથવા નિધનતાને ભેગા થઈ પડી છે, તેવા સંજોગોની વચ્ચે આવા ગ્રંથોનું જોખમ લેનાર પ્રથમ ક્ષણે જ સહુનાં અભિનંદન માંગી હયે છે. આ સાહસ પાછળ ગ્રંથકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાધના છે. ટીપણે, સમયાવળી, વંશાવળી, વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્વદભોગ્ય બનાવે છે ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઈક વાર્તા કાનને મળતી રાખવાથી ગ્રંથ વિદ્વતાને એક ખૂણે જ ન પડી જાય તે બન્યો છે. મુંબઈ જન્મભૂમિ (દૈનિક પત્ર), Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476