Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 462
________________ [૪] (૧૧) આજે જ્યારે દેશને સાચો ઈતિહાસ પણ દેશજને માટે દુર્લભ થઈ પડે છે હિંદના જાજવલ્યમાન ભૂતકાળ ઉપર જાણું જોઈને પાઁ પાડી, રાષ્ટ્રના સંતાને સમક્ષ હિંદની પરાધીનતા અને પામરતાના દિવસોને જ ઉલ્લેખ કરનાર વિદેશીઓએ લખેલો કે પ્રેરેલો ઇતિહાસ ધરવામાં આવેલ છે, તે સમયે પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રંથકારે ઉપલબ્ધ સાધનને બની શકે તેટલે અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના હજાર વર્ષને ઈતિહાસ આપવાને કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારે છે. આ ઉપયોગી ગ્રંથને ઈતિહાસના અભ્યાસીઓ જ નહીં પણ તમામ ગુજરાતીઓ વાંચવા પ્રેરાય તે આગ્રહ કરીએ છીએ, અને એક ગુજરાતી સંશોધક વિદ્વાનની કદર કરી પિતાને શીરેથી બેકદરપણને દેષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા યોગ્ય હેવાની ખાત્રી આપીએ છીએ. મુંબઈ હિંદુસ્તાન અને પ્રજાચિવ (દૈનિક પત્ર) (૧૨) દાક્તર ત્રિભુવનદાસ શાહે ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસ પર જે નવ પ્રકાશ પાડવા તત્પરતા બતાવી છે એ ભારતવર્ષીય દરેક વ્યક્તિ તેમજ સંસ્થાએ અભિનંદવા યોગ્ય છે. પોતે લખેલા ઈતિહાસના પ્રકરણોની ટૂંક પીછાન પત્રિકારૂપે આપીને આપણને ખૂબ ઉત્કંઠિત બનાવ્યા છે. આવા શ્રમપૂર્વક અને આટલી વિગતવાળા પુસ્તકને દરેક વ્યક્તિએ પિતાથી બને તેટલી મદદ કરવી જોઈએ. દેશભાષામાં આવાં પુસ્તકની અત્યંત જરૂર વર્ષે થ લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષો સુધી મહેનત કરી તેનું એક પુસ્તક તૈયાર કર્યું છે. એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાયબ્રેરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવા જેવું છે. હિંમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ મુંબઈ [માજી] એજયુ. ઈન્સ્પેકટર મ્યુનીસીપલ સ્કુલસ, મુંબઈ પ્રીન્સીપાલ, વિમેન્સ યુનીવરસીટી, મુંબઈ આ બધી સાધનસંપત્તિ ઉત્તેજીત થઈને ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે હિન્દના પ્રાચીન યુગને ઈતિહાસ ઉપજાવી કાઢવાને જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન એન્સાઈકલે પડડીઆને અંગે ભેળી કરેલ પ્રમાણભૂત ઈતિહાસિક સામગ્રીને આ ઈતિહાસ ઘડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયોગ કરેલ છે. બંબગોળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિર્ણયથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઈતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથને અભ્યાસ કરશે તે મારી ખાત્રી છે કે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476