Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 460
________________ પ્રયાસ સ્તુત્ય છે અને એતિહાસિક શોધક બુદ્ધિ તથા ઉહાપોહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક બાબતેને ભ્રમ દૂર થઈ શકશે. આ નવીન પ્રકાશથી હુંક પ્રાપ્ત થાય તેવું ઘણું સચોટ પુરાવાઓવાળું લખાણ છે. એટલું જ નહી પણ અનેક શિલાલેખે, સિક્કાઓ અને પ્રશસ્તિઓની મદદ લઈ વિવેચન થયેલું દેખાય છે. કચ્છ-પત્રી | મુનિ લક્ષમીચંદ શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બન્ને સમકાલીન હતા તે બાબત જૈન લેખકો અને ઈતર પરદેશી વિદ્વાને સહમત છે. અહિંસા તત્ત્વનો પ્રચાર પણ તેઓએ લગભગ એકજ ક્ષેત્રમાં કર્યો છે. છતાં દિલગીરી જેવું એ છે કે કેટલાંક સ્થાનોમાં જે અવશેષો મળી આવ્યાં છે તે મહાત્મા બુદ્ધનાંજ કહેવાય છે, જ્યારે મહાવીરનાં અવશેષો વિશે આપણે તદ્દન અંધકારમાં જ છીએ. સદભાગ્યે . ત્રિ લ. શાહે આ બાબત વર્ષો થયાં હાથ ધરી છે અને પાર્શ્વનાથના સમયથી આરંભીને એક હજાર વર્ષને ઇતિહાસ સંશોધિત કરવા માંડે છે. તે જાહેર કરે છે કે શ્રી મહાવીર સમપિત થયેલ ઘણા અવશેષો આપણી યાત્રાના સ્થળ માગે મોજુદ પડેલ છે. જેની ભાળ હજુ સુધી આ પણ કેઈને નથી. એમનું કહેવું એમ થાય છે કે શ્રી મહાવીરના જીવન માંહેના કેટલાયે બનાવનાં સ્થાન, વર્તમાનકાળે જે મનાતાં આવ્યાં છે તેના કરતાં અન્ય સ્થળે હેવાનું સાબિત થઈ શકે છે. જો તેમજ હોય તે ડૉ. શાહ સંપૂર્ણ ખાત્રી ધરાવે છે કે તેમજ છે; તે તે જરૂર જૈન ઈતિહાસમાં એક ક્રાન્તિકાર યુગ ઉભું થશે અને વિશારદ અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે. ગુલાબચંદજી કૃ. એમ. એ. શ્રી. જે. કે. ના જનરલ સેક્રેટરી અને ઉમેદપુર પાશ્વ આશ્રમના : પવરથાપક . (૭) પુસ્તક તદ્દન નવું દષ્ટિબિંદુ ખેલે છે એમ સમજાય છે. તમે એ પુસ્તક તૈયાર કરવામાં ઘણે શ્રમ લીધે લાગે છે. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી મુંબઈ દીવાન બહાદુર; એમ. એ. એલ એલ બી. (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ) (૮) . હાલમાં તેમણે એ ગ્રંથની સંપૂર્ણ હકીકતનું હસ્તપત્ર બહાર પાડયું છે. તે ઉપરથી તેના મહત્તવને સારો ખ્યાલ મળે છે. ગ્રંથના માલીસ પરિછેદે કરેલા છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476