________________
વહe
પરિશિષ્ટ
[ પ્રાચીન
બરાબર ખ્યાલમાં રખાય તે વાચકવર્ગ તુરત સમજી શકશે કે, આવી પરિસ્થિતિમાં તે પ્રમાણે વસ્તુના આલેખનારને દોષ? કે વર્તમાન પરિસ્થિતિ અન્વયે બંધાઈ ગયેલ નિર્ણિત પતને દઢપણે વળગી રહીને આલેખાયેલી વસ્તુને જેનારને દોષ?
વસ્તુસ્થિતિ આ પ્રમાણે પ્રવર્તતી રહેલી હેઈને, આટલે લા પ્રસ્તાવ કરે જરૂરી લાગ્યો છે. હવે આ પરિશિષ્ટમાં આલેખવા ધારેલી ઐતિહાસિક ઘટનાઓ સમજાવવા પ્રયત્ન કરીશું. પ્રથમ આપણે, નહપાણ ક્ષહરાટ અને ગૌતમીપુત્ર શાતકરણ-રાણુ બળશ્રીના પૌત્ર સંબંધી ઘટના વિચારીએ. આ બન્ને રાજવીઓએ પોતાના નામે નાસિકની ગુફાઓમાં તંભ ઉભા કરાવ્યા છે. આ સ્તંભના શીરેભાગે સિંહ અને વૃષભ કોતરાયેલ છે. સ્તંભની કારીગરી વિશે આપણે આ સ્થાને કાંઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. (ઈચ્છુક, ફરગ્યુસન સાહેબ કૃત હિસ્ટરી ઓફ ઈન્ડીયન અને ઈસ્ટર્ન આકટેકચર ભાગ ૧ પૃ. ૧૮૫નું વર્ણન જોઈ લેવું). પરંતુ આ પ્રાણીચિત્રો વિશે તથા તે રાજાઓના ધર્મ વિશે બે શબ્દો કહેવાના છે. વિદ્વાનોએ આ બન્ને સ્તંભોને બૌદ્ધધર્મનાં પ્રતીકસમાં માન્યાં છે. છતાં ખૂબી એ છે કે, નહપાણને જૈનધર્મો હોવાનું હવે તેઓ સ્વીકારતા થયા છે તથા ગૌતમીપુત્રને અથવા તો આખા શાતવહનવંશને અને તેથી કરીને તેમાંના કેટલાક રાજાઓ જે શાતકરણી નામે ઓળખાતા થયા છે તેમને, વૈદિકમતાનુયાયી હેવાનું ઠરાવે છે. દેખીતું જ છે કે વૈદિક અને જેન રાજાઓ બદ્ધધર્મનાં પ્રતીકે ઉભાં કરાવે તે વિધાન જ
બુદ્ધિને અનુસરતું નથી, ત્યારે ખરું શું હોઈ શકે તે તત્વજ્ઞાસુને જાણી લેવાની જરૂર હોય છે જ. વાસ્તવિક તે એ જ છે કે, દરેક રાજા પિતાપિતાના ધર્મનું જ સ્મારક ઊભું કરાવે. તેમાં નહપાણુ તથા તેના જ્ઞાતિબંધુ સર્વ ક્ષહરાટ-જૈનધર્મનુયાયીઓ હતા, તે આપણે તેમનાં વૃત્તાંતનું આલેખન કરતાં સાબિત કરી બતાવ્યું છે (જુઓ પુ. ૩ પૃ. ૨૫૩થી ૨૬૩). જ્યારે શાતવહનવંશને સ્થાપક રાજા શ્રીમુખ પિતે તથા તેના વંશજો મુખ્યભાગે (વચ્ચે થાક અપવાદ સિવાય; ઈ. સ. ૭૮માં જ્યાં સુધી તેમાંના એક રાજા મૈતમીપુત્રે વૈદિક ધર્મ અંગીકાર કરીને શકસંવત પ્રવતાવ્યો નહોતે ત્યાં સુધી તેઓ જેને જ હતા,) તે હકીક્ત પ્રસંગોપાત ઉપરના ભાગોમાં આપણે જણાવી દીધી છે. વળી આ ઐતમીપુત્રના સિક્કા ઉપરથી (જુઓ પુ. ૨ સિક્કા ચિત્ર આંક નં. ૭૫-૭૬) પણ સાબિત થાય છે કે તે જૈનધર્મી હતો. તેમ તેણે શકારિ વિક્રમાદિત્યની સંગાથે (જુઓ ઉપરમાં તેનું જીવનચરિત્ર) રહીને જૈનતીર્થના અવતંસ સમાન શત્રુંજય ઉપર અમુક અમુક ધર્મકાર્યો કરાવ્યાનું પણ નોંધાયું છે. એટલે સ્પષ્ટ થાય છે કે ગૌતમીપુત્ર પિતે પણ જૈનમતાનુયાયી હતા જ. વળી પુ. ૫ માં તેમના સ્વતંત્ર અધિકારનું વર્ણન કરતાં સવિસ્તરપણે આ હકીકત શિલાલેખ અને સિક્કાઓના પુરાવાથી આપણે સાબિત કરી આપીશું. એટલે હાલ તે તેને સ્વીકાર કરીને જ આગળ વધીશું. મતલબ એ થઈ કે રાજા નહપાણ તથા મૈતમીપુત્ર શતકરણ બને જણ ધર્મ જેને જ હતા. એટલે તેમણે જે સ્તંભ ઉભા કરાવ્યા છે તેમાં, જે કોઈ દશ્ય કેતરાવ્યાં હોય તે સર્વેમાં, તે ધર્મના સિદ્ધાંતને અનુસરીને જ કામ લેવાયું હોય તે દેખીતું જ છે. આ નિયમને સ્વીકાર કરાય તે એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, સિંહ અને વૃષભાદિ પશુઓ તે સમયે જેનધર્મસૂચક ચિન્હ જ
(૨) બલકે કહે કે, જે તેને ત્યાં ઉભા કરાયા છે તેમને ઓળખાવવા માટે વિદ્વાનોએ, નહપાણ પીલર અને ગૌતમીપુત્ર પીલર એવાં નામો આપ્યાં છે.
(અ) નહપાણુ સ્તંભ, નં. ૮ના નામે ઓળખાતી નાસિકગુફાની ઓશરીમાં ઉભો કરેલ છે. તંભ નં. 8ની ગુફામાં આવેલ છે.
(૩) સિંહ તે જેનેના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરનું લંછનઓળખચિહ-છે જયારે વૃષભ તે પહેલા શ્રી અષભદેવનું ચિન્હ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com