Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 414
________________ ર પરિશિષ્ટ [ પ્રાચીન ની ૧ લી સદી કે તે અરસામાં થયા હશે. આ બધા પુરાવાને એકત્રિત કરીને ગૂંથવામાં આવે તે એક જ સાર નીકળી શકશે કે અમરાવતી સ્તૂપ જૈનધર્મનું જ સ્મારક છે. એટલે આ ચરણપાદુકાવાળાં બંને દશ્યા ઐદ્ધનાં નથી પરતુ નાનાં છે એમ સાખિત થયું ગણાશે. ચરણપાદુકાઓ અને આવાં દૃશ્યાને વિદ્વાને ભલે બૌદ્ધધર્મનાં જણાવે છે છતાંયે તે સંબંધી તેમણે દર્શાવેલા વિચારા આપણે જાણવા જેવા છે. કાતરકામની ઓળખના ઊઁડા અભ્યાસી અને તે બાબતમાં જેમણે એ માટાં પુસ્તકા બહાર પાડવાં છે તથા જે એક સત્તાસમાન લેખાય છે તેવા મ. જેમ્સ ક્રગ્યુસન જણાવે છે 31॰ As repeatedly mentioned, there is as little trace of any image of Buddha or Buddhist figure being set up for worship, much before the Christian Eraવારંવાર કહેવામાં આવ્યું છે તેમ, યુદ્ધદેવની કાઈ મૂર્તિની અથવા બૌદ્ધધર્મને લગતી કાઈ આકૃતિની, ઇ. સ.ને આરંભ થયા તે પહેલાં લાંબા કાળે પૂજા નિમિત્તે સ્થાપના થઈ હાય, તેનું જરા પણ ચિન્હ કે નિશાની મળી આવતી નથી. મતલબ કહેવાની એ છે કે, ઈસવી સનને આરંભ થયા ત્યાં સુધી તે। બૌદ્ધધર્મમાં કઇ આકૃતિ કે પ્રતિમા જેવું પૂજનને માટે હતું જ નહીં. અથવા ખીન્ન શબ્દોમાં કહીએ તે એવી મતલબ થઈ કે, ઇસવાના શકના આર ંભ થયા તે પૂર્વે ઐાદ્ધધર્મીઓમાં પૂજન માટે ક્રાઈ જાતની પ્રતિમા કે આકૃતિ નહાતી જ; હાય તા યે હજી ચરણુ કે પાદુકા હેાવા સંભવ છે. જ્યારે ઉપરનાં ચારે દશ્યામાં (નઢપાણુ, ગૈતમોપુત્ર, સંકિસા અને તિરસ્ફુટ સ્તંભોમાં) તા આકૃતિઓ સ્થાપન થયાની જ સ્થિતિ બતાવી છે. એટલે તેમના શબ્દોથી જ સિદ્ધ થયું કે આ સ્તંભોને ઐાદ્ધધર્મ સાથે લાગતું વળગતું નથી. આઢની મૂર્તિ સંબંધી જેમ આ વિદ્વાનના મત પડયા છે તે જ પ્રમાણે તેવા એક બીજા વિદ્વાને ભારહુત સ્તૂપ કે જે અત્યારે મેાટા ભાગે ધર્મનું સ્મારક હોવાનું મનાઈ રહ્યું છે તેમાંના કેટલાંક ચિત્રા ઉપરથી પેાતાના૧ મત રજુ કરતાં જણાવ્યું છે કે, “As usual, the Buddha himself is not delineated at the Bharhuta Stupa=sમેશની પેઠે ભારહત સ્તૂપમાં બુદ્ધદેવની આકૃતિ—રેખાચિત્ર પાડવામાં આવ્યું નથી” એટલે તેમના કહેવાનો મતલબ એમ છે કે, જ્યાં જ્યાં બુદ્ધદેવ (બૌદ્ધધર્મ સંબંધી) સંબંધી સ્મારક કરવું હોય અથવા તેમની સ્થાપના બતાવવી હાય—તેમનું પ્રતિર્ભિબ દર્શાવવું ઢાય, ત્યાં ત્યાં હંમેશાં, મૂર્તિ રૂપે જ તે ખડું કરાય છે; જ્યારે ભારહુતના સ્તૂપમાં તેમ કરવામાં આવ્યું દેખાતું જ નથી. તાત્પર્ય કે ભારહુતના સ્તૂપને બીજાએ ભલે બૌદ્ધધર્મના દ્યોતક તરીકે લેખતા હશે, પરંતુ પેાતાને તે બાબતમાં શંકા ઉદ્ભવી કેમકે જો તે ધર્મનું સ્થાન તે Ëાત તા, હમેશની પ્રણાલિકા મુજબ તે સ્થાને મુહૃદેવની પ્રતિમા જ પધરાવી હેાત; નહીં કે ચરણુ પાદુકા આ કારણથી પોતે તે ભારહતના સ્થાનને ઐહસ્થાન લેખતા અચકાય છે. ઉપરમાં રજુ કરેલાં છ એ દષ્ટાંતા વિધતાની માન્યતા પ્રમાણે ઐાદ્ધધર્મનાં દ્યોતક નથી, પરંતુ જૈનધર્મનાં તે સ્મરણ ચિન્હો છે એમ આપણે દાખલા દલીલાથી પુરવાર કરી ખતાવ્યું છે. વળી માગળ પાછળના સંજોગા અને હકીકતને આધારે તે બધું કહેવામાં આવ્યું છે એટલે તેમાં શંકાને સ્થાન પણ રહેતું નથી. છતાં કાઈ ને એમ શંકા ઉદ્ભવે કે, આ બધા પુરાવા અને તેમાં કરેલી ચર્ચા પરાક્ષ—Indirect—— જેવી કહેવાય, તેના કરતાં ને પ્રત્યક્ષ-direct—પુરાવા તે માટેના મળી આવે, અથવા રજુ કરાય તા તે વિશેષ વજનદાર કહેવાય. તેથી તેમનાં મનનું સમાધાન કરવા માટે એર બીજાં બે દૃશ્યા રજુ કરીશું. (૧૦) જીએ હિ. ઈં. ૪. આ. પુ. ૧, ૪, ૧૨૨. (૧૧) સુ. ઈં. પૃ. ૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476