________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXI
નૌ બાલક હૂએ મુવે, રહે નારિનર દોય;
જ્યો તરુવર પતઝાર હૈ, રહેં હૂઠસે હોય. તેઓ વિચાર કરવા લાગ્યા કેતત્ત્વદષ્ટિ જો દેખિયે, સત્યારથકી ભાંતિ;
જ્યાં જાકૌ પરિગ્રહ ઘટે, ત્યાં તાકો ઉપશાંતિ. પરંતુ
સંસારી જાને નહીં, સત્યારથકી બાત;
પરિગ્રહસો માને વિભવ, પરિગ્રહ બિન ઉતપાત. કમભાગ્યે કવિવરનું પૂર્ણ જીવનચરિત્ર પ્રાપ્ત નથી. શુભોદયથી જે કાંઈ પ્રાપ્ત છે, તે તેમની પ૫ વર્ષની અવસ્થા સુધીનું વૃત્તાન્ત છે અને તે પુસ્તક અદ્ધકથાનકના નામથી પ્રસિદ્ધ છે. તેને કવિવરે પોતે પોતાની કલમથી લખ્યું છે. લેખકે ગ્રંથમાં પોતાના ગુણ અને દોષ બન્નેનું નિષ્પક્ષપણે વર્ણન કર્યું છે. કવિવરના જીવનની અનેક જનશ્રુતિઓ પ્રચલિત છે, તેમાંથી કેટલીક અહીં અંકિત કરવામાં આવી છે.
કવિવર શેતરંજના મહાન ખેલાડી હતા. શાહજહાં બાદશાહ એમની જ સાથે શેતરંજ રમ્યા કરતા હતા. બાદશાહુ જે વખતે પ્રવાસમાં નીકળતા હતા, તે વખતે પણ તેઓ કવિવરને સાથે રાખતા હુતા. આ કથા સંવત ૧૬૯૮ પછીની છે જ્યારે કવિવરનું ચરિત્ર નિર્મળ થઈ રહ્યું હતું અને જ્યારે તેઓ અષ્ટાંગ સમ્યકત્વને પૂર્ણપણે ધારણ કરી રહ્યા હતા. કહેવાય છે કે તે વખતે કવિવરે એક દુર્ધર પ્રતિજ્ઞા ધારણ કરી હતી. હું જિનેન્દ્રદેવ સિવાય કોઈની પણ આગળ મસ્તક નમાવીશ નહિ.
જ્યારે આ વાત ફેલાતાં ફેલાતાં બાદશાહના કાને પહોંચી ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા પણ ક્રોધાયમાન ન થયા. તેઓ બનારસીદાસજીના સ્વભાવથી અને ધર્મશ્રદ્ધાથી સારી રીતે પરિચિત હતા, પરંતુ તે શ્રદ્ધાની સીમા અહીં સુધી પહોંચી ગઈ છે એ તેઓ જાણતા નહોતા, તેથી જ વિસ્મિત થયા. આ પ્રતિજ્ઞાની પરીક્ષા કરવા માટે બાદશાહને એક મજાક સૂઝી. પોતે એકએવી જગ્યાએ બેઠા જેનું દ્વાર બહુ નાનું હતું અને જેમાં માથું નીચું કર્યા વિના કોઈ પ્રવેશ કરી શકે તેમ નહોતું. પછી કવિવરને એક નોકર દ્વારા બોલાવવામાં આવ્યા. કવિવર બારણા પાસે આવીને અટકી ગયા અને બાદશાહની ચાલાકી સમજી ગયા અને ઝટ દઈને બેસી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com