________________ સ્વ. શ્રાદ્ધવર્ય શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી મારી દૃષ્ટિએ લગભગ 20 વરસ પહેલાંની આ વાત છે. સ્વ. શ્રાવકવર્ય શ્રી અમૃતલાલ કાલીદાસ દેશી નમરકાર સ્વાધ્યાય-પ્રાકૃત વિભાગ સંશોધનનું કાર્ય લઈને આવ્યા. કામ બહુ મોટું હતું અને ઘણું સમય માગી લે તેમ હતું, તેથી ઘણું મોટા મેટા વિદ્વાન સાધુ ભગવંતોને સુશ્રાવક શ્રી અમૃતલાલભાઈએ કાર્ય સંભાળી લેવાની વિનંતિ કરી, પણ જ્યારે કેઈએ એ કામ લીધું નહીં ત્યારે અંતે પૂજ્ય વડીલના આદેશથી એ કામ સુ. અમૃતલાલભાઈ એ મને સેપ્યું. બીજા સર્વ વડીલ સાધુ ભગવંતોએ પણ મને આશીર્વાદ આપ્યા અને વિજયાદશમીથી એ કાર્યને મંગલ પ્રારંભ કર્યો. હવે મને એમ લાગે છે કે મારા મહાન પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયથી જાણે સુશ્રાવક અમૃતલાલભાઈ મને એ કામ મેંપવા માટે ન આવ્યા હોય ! આ વિચાર આવવાનું કારણ એ છે કે આજે નવકારના વિષયનું ઊંડાણ જે મને પ્રાપ્ત થયું છે, એમાં પ્રથમ ઉપકાર એમને હતે. સંશોધનનું કામ એટલે ઘણા ઘણા ગ્રંથ જેવા પડે અને એમ જોતાં જોતાં નવકાર મનમાં વસતા ગ, એનો મહિમા સમજાતે ગયે અને એના વિષે વધુ ને વધુ જિજ્ઞાસા વિકસવા લાગી. એથી જીવનમાં જે કંઈ લાભ પ્રાપ્ત થયા, એના મૂળ કારણમાં સુશ્રાવક અમૃતલાલભાઈને મોટો ફાળો છે. નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગના સંશોધનમાં બેથી વધુ વરસ નીકળી ગયાં. આ બાજુ સુશ્રાવક અમૃતલાલભાઈએ મને કહી રાખેલું કે, “ગમે તેવું કામ હોય, ગમે ત્યારે ગમે તે પુસ્તક કે વસ્તુની જરૂર પડે, તમેએ મને જ જણાવવું, મને જ લાભ આપવો.” આ રીતે તેઓ સર્વ અનુકૂળતા સાચવતા રહ્યા અને બહુ જ કુનેહપૂર્વક, સતત્ પ્રેરિત કરીને અને પોતે એમાં સંપૂર્ણ સહકાર આપીને નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગનું કાર્ય તેઓએ મારી પાસેથી કરાવી લીધું. ખરું કહું તો એ કામ એમણે આ રીતે કરાવી લીધું એટલે થયું ! એ પછીના વરસોમાં એ જ ઉત્સાહથી, એ જ પ્રેરણાથી અને એ જ કુનેહથી તેઓએ મારી પાસેથી નમસ્કાર સ્વાધ્યાય - સંસ્કૃત વિભાગ અને તત્વાનુશાસન ગુજરાતી અનુવાદ એ બે ગ્રંથનું કામ કરાવી લીધું. કાર્યકુશળતા, સરળતા, સજ્જનતા, વાત્સલ્ય, પ્રેમ, નમ્રતા વગેરે ગુણોથી એમનું જીવન ભરેલું હતું. એક મેં જોયું કે એમને જ્ઞાનમાં અગાધ રસ હતે. જીવનમાં લકમીથી સમૃદ્ધ થવા માટે એમણે જેટલે પ્રયાસ કર્યો હતો, તેથી પણ વધુ પ્રયાસ જ્ઞાન લક્ષ્મીથી સમૃદ્ધ થવા