________________ अर्पण ક માટે કર્યો હતો. એ પોતે એકલા જ જ્ઞાન સમૃદ્ધ થાય એવા સ્વાથી ન હતા, તેથી “જૈન સાહિત્ય વિકાસ મંડળ” સંસ્થા સ્થાપીને સૌ કઈ સમ્યજ્ઞાન રૂપ ધન વડે સમૃદ્ધ થાય, એ માટે ભગીરથ પ્રયાસ આદર્યો. લમી મેળવવામાં જે સહકાર એમના પુણે અને એમની કુશળતાએ એમને આપે, એ જ સહકાર એ જ બે કારણોએ એમને જ્ઞાન મેળવવામાં પણ આપે. મહેનત તે કેવી કે દિવસમાં ધંધાના સમયે ધંધે સંભાળવાનું અને બાકીના સમયે જ્ઞાન વ્યવસાય. કેટલાક દિવસોમાં તે તેઓ રાતના ફક્ત બે જ ક્લાક નિદ્રા લેતા, બાકીની આખી રાત ચિંતનમાં જતી. પિોતે B. A. હતા. એમના કાળમાં B. A. એટલે ઘણું ઊંચું શિક્ષણ ગણાતું. સંસ્કૃત ભાષામાં તેઓ પ્રવીણ હતા. વાંચનને તેઓને ખૂબ જ રસ. એમને કહેવામાં આવે કે “અમૃતલાલભાઈ! અમુક અમુક વિષય ગ્રંથમાં ગત છે !" તો તે સદા તૈયાર. ઘણી જહેમત ઉઠાવીને અંતે વિષય મેળવી આપે અને તે પણ પાછો મહત્ત્વને. હવે ઘનિષ્ટ પરિચયના દિવસો આવ્યા. યેગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ” ' ગ્રંથનું કામ સંભાળવાનું હતું, એ નિમિત્તે લગભગ બે વરસ જેટલે કાળ જામનગરમાં રહેવાનું થયું. સુ. અમૃતલાલભાઈને જ્ઞાનને રસ એ હતો કે એ બે વરસ તેઓ પણ જામનગરમાં રોકાયા. જામનગર એમનું પોતાનું વતન. અવારનવાર વચ્ચે તેઓ પ્લેનથી મુંબઈ જઈ આવતા પણ બે વરસ સુધી એમનું મન સંશોધન કાર્યમાં જામનગરમાં જ રહ્યું. ગવિદ્યા અને તંત્રવિદ્યા એ બેમાં તેઓ મને નિષ્ણાત કરવા માગતા હતા, જેશી યેગશાસ્ત્રનું કામ ઘણી જ ઉચ્ચ કેટિનું થાય. એ માટે તેઓએ એક સારા વિદ્વાન અનુભવી પંડિત ગતી આપ્યા. એ પંડિત પાસે તંત્રલોક, સ્વચ્છેદ તંત્ર, મૃગેન્દ્ર તંત્ર, વિજ્ઞાન ભૈરવ, શ્રી વિદ્યાર્ણવ વગેરે ગ્રંથને અભ્યાસ મેં કર્યો. એ પંડિતના બધા જ ખરચ વગેરેની વ્યવસ્થા સુ. અમૃતલાલભાઈએ કરેલી. - જામનગરમાં એમના મકાનની બાજુમાં જ શ્રી પોપટલાલ ધારસીભાઈની જેમ બેકિંગમાં અમારા માટે ઉપાશ્રય જેવી જ બધી વ્યવસ્થા તેઓએ કરાવી આપી. રોજ ઓછામાં ઓછા પાંચ કલાક તેઓ મારી પાસે બેસતા અને એ રીતે ચોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ ગ્રંથની રચનામાં તેઓ હંમેશાં પિતાના વિચારે વગેરે રજૂ કરતા રહેતા. - એક વખત તો એવું બન્યું કે યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશના એક કલેકમાં રહેલી ધ્યાન પ્રક્રિયા ગૂઢ હતી. તે પ્રક્રિયા બરોબર સમજ્યા વિના એ શ્લોકને અર્થ કરી શકાય નહીં. અને બ્લેક ક્યાંક બીજા ગ્રંથમાં મળી જાય તે કેવું સારું. એ માટે અમે બને