________________
૧૧.
રંકમાંથી રાયરાણું તેના પતિનું સ્મરણ વિચાર-વમળમાં ક્યાંય ઘૂમરી ખાયા કરતું. વીરકુર્વિદ ભોળા મનનો માણસ હતો. આ બનાવથી તે જરા પણ પરિચિત ન હતું. તેને વનમાળાના નિત્ય કાર્યક્રમમાં અને ગૃહકાર્ય સંબંધમાં પરિવર્તન માલુમ પડતું પણ સ્ત્રીનું હૃદય પારખવું એ સાગરનું માપ કરવા કરતાં પણ મુશ્કેલ છે. તે તેની વ્યથા જઈ શકતે પણ તેનું કારણ તેના સમજવામાં આવતું નહિ. એક બે વખત તેણે વનમાળાને તેની ઉદ્વિગ્નતાનું કારણ પૂછયું પણ વનમાળાના હૃદયમાં ઘોળાઈ રહેલ વાત જીભને ટેરવે કેવી રીતે આવી શકે? સામાન્ય કારણ દર્શાવી તે વાતને ભુલાવી દેવા પ્રયત્ન કરતી. ખરેખર અબળાનું હૃદય કેણ પારખી શક્યું છે? આમ છતાં વીરકુવીંદન વનમાળા પ્રત્યેનો પ્રેમ કિંચિત માત્ર પણ ન્યૂન ન બને. તે પિતાની આજીવિકા સંતોષવૃત્તિથી ચલાવતે હતે.
આત્રેયી પિતાની કાર્યસિદ્ધિ માટે તક શેલતી હતી તે તેને સાંપડી ગઈ. વરકુવાદ કાર્ય પ્રસંગે બહારગામ જતાં આત્રેયીએ વનમાળાના નિવાસમાં પ્રવેશ કર્યો. તેણે તિષીને પહેરવેશ ધારણ કર્યો. ગૃહમાં પ્રવેશ કરતાં જ તેણે વનમાળાને આશીર્વાદ આપતાં કહ્યું કે “હે વત્સ! તું શા માટે અત્યંત ચિંતામગ્ન અને લાનિમય દેખાય છે?ત રા ગ્રહો હાલમાં સમર્થ બન્યા છે અને તે તારું ઈછત પૂર્ણ કરશે. તે સામાન્ય સ્ત્રી રહેવાને સર્જાઈ નથી. જે તને મારા પર વિશ્વાસ આવતું હોય તે તું તારી દિલની દર્દકથા મને કહે એટલે હું તેને લગતા મંત્રજાપદ્વારા તારું કાર્ય શીધ્ર સિદ્ધ કરી આપું. મારા નિમિત્તશાસ્ત્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com