________________
પ્રકરણ બીજું રંકમાંથી રાયરાણું
વનકીડા કરીને પાછા ફર્યા પછી સુમતિ મંત્રી પણ પિતાને માથે આવી પડેલા કાર્યની સિદ્ધિ માટે ઊંડા વિચારમાં ગરકાવ બની ગયે. જે તે ધારત તે વનમાળાને કઈ પણ હિસાબે જબરજસ્તીથી પણ રાજાના અંતઃપુરમાં લાવી શક્ત પણ તેને તે માર્ગ નહેતે સ્વીકાર. પ્રજામાં લેશ માત્ર પણ ખળભળાટ કર્યા સિવાય તે પિતાની સ્વેચ્છાથી જ રાજ-રાણું બની છે તેવી હકીકત આમ જનતામાં પ્રસરે તેવી યુક્તિ માટે તે પિતાની બુદ્ધિને કસોટીએ ચડાવી રહ્યો હતો. દીર્ઘ વિચારને અંતે તેણે પિતાના મનમાં એક યુક્તિ ગોઠવી.
તેણે આત્રેયી નામની છળ-પ્રપંચમાં કુશળ ગણાતી પરિબ્રાજિકાને બોલાવીને પિતાની મનભાવના જણાવી. વનમાળાને કઈ રીતે ફસાવવા અને પિતાનું ધાર્યું પાર પાડવા તેણે તેને કહ્યું. આવા કાર્યો કરવાથી ટેવાઈ ગયેલી આત્રેયીને મન આ કાર્ય કંઈ દુષ્કર ન હતું. તેણે પ્રલોભનને કારણે મંત્રીની આ વાત સ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com