________________
છે, ધર્મના પક્ષપાતી જીવ થોડા છે.
આ પ્રમાણે સાંભળીને ભાઈ ચાલ્યો ગયો. મેં વિચાર્યું અમરસિંગની મારા ઉપર ચઢાઈ થઈ છે. હવે ભાગવાથી કામ નહિ ચાલે. જે વીતરાગે જ્ઞાનમાં જોયું છે તે વાત થશે. બીજા તો મારા પક્ષવાળા કોઈ નથી પરંતુ જે મારી શ્રદ્ધા સાચી છે તો શાસન દેવતા મારો પક્ષ કરશે. આમાં કાંઈ સંદેહ નથી. હે જીવ ! તું ડર નહિ. મેં વિચાર્યું આ ભાઈ મારા રાગી છે તેમના મનની વાત મારે જાણવી જોઈએ. સવારે ભાઈ આવશે એટલે હું તેમને પુછી લઈશ. ભાઈઓ જે તમારા મતની પક્કડ છે તો તમારી ઈચ્છા. જો વીતરાગનો ધર્મ શોધવાની છે - જાણવાની છે તો અમરસિંગ અહીં આવવાવાલા લાગે છે. તેને મારી સાથે ચર્ચા કરવી છે. તે ચર્ચા તમે એનાથી પહેલા મારી સાથે કરી લો. મને મોહપત્તિ મુખ ઉપર બાંધવાની શ્રદ્ધા નથી અને પ્રતિમાજી માનવાની શ્રદ્ધા છે. મેં ભાઈઓને પૂછ્યું. ત્યારે ભાઈઓએ કહ્યું અમારે કોઈને કોઈ દેવું – કર્જ નથી. સત્ય ધર્મ અંગીકાર કરીશું. આપ સુખેથી આપની શ્રદ્ધા કહો. જે સારી હશે તો અમે બધા અંગીકાર કરીશું. ત્યારે મેં ભાઈઓનો ચોખ્ખો વિચાર જાણીને વિપાકસૂત્રનો પાઠ તે ભાઈઓને બતાવ્યો.
ગુજરાનવાળાના ભાઈ કરમચંદજી શાસ્ત્રી ભણેલા હતા. ઘણા બોલ વિચારોના સારા જાણકાર હતા તથા બીજ પણ ગુલાબભાઈ વગેરે બીજા ભાઈઓ જાણકાર હતા. તેઓની સાથે મારે ચાર પાંચ દિવસ ચર્ચા થઈ. પછી બન્ને વાતો ભાઈઓએ માન્ય કરી લીધી. કોઈએ સમજીને, કોઈએ ઓઘથી તથા દૃષ્ટિરાગથી ઘણાએ મારી શ્રદ્ધા પ્રમાણ કરી.
એટલામાં અમરસિંગજી ગુજરાનવાલામાં ત્રણ સાધુઓની સાથે આવી ગયા. એની પાસે ભાઈઓ ગયા. ભાઈઓ પ્રત્યે અમરસિંગ બોલ્યા - ભાઈઓ ! બુટેરાયજીની મહાખોટી શ્રદ્ધા છે. પ્રતિમા પૂજવાની શ્રદ્ધા છે. મુખ બાંધવાવાળાને પાખંડી, નિલંવ, કુલીંગી, મિથ્યાદેષ્ટિ જાણે છે. તેમનો સંગ કરવો યોગ્ય નથી. પહેલા ગુણઠાણાનો સ્વામી છે. ત્યારે ભાઈ ગુલાબરાય બોલ્યા - આપ તો આત્માર્થી છો કંઈક વિચાર કરીને કહેતા હશો પરંતુ અમને બુટેરાયનો સંશય નથી. તમારા કહેવા પ્રમાણે બુટેરાયજી મિથ્યાત્વી છે પરંતુ અમને તો તમારા વિશે સંશય છે. તમે બુટેરાયને પહેલા ગુણઠાણે કહો છો. પહેલા ગુણઠાણાથી નીચું કોઈ
૯
મોહપતી ચર્ચા