________________
મોહપત્તિ ભીની થાય. ભીની થઈ હોવાથી ત્રણ યોનિમાંથી એકમાં છે. આ માટે મોઢે બાંધવામાં પંચેન્દ્રિય જીવનો ઘાત થાય છે. ત્યારે સામો પક્ષ કહે થુંકમાં ઉત્પન્ન નથી થતા તે તો ગ્લેખ કફ વગેરેમાં ઉત્પન્ન થાય છે. થુંકનું નામ ખેલ નથી તેના ઉત્તરમાં આગળનો પાઠ બતાવે છે. સા.પા.૨૫ આવશ્યક
सुहुमेहिं खेलसंचालेहिं ॥
थुकप्रमुख मांहि भरी नीचो जाय ते आगार ध्यान मध्ये तसोत्तरी की पट्टी मध्ये जोइ लेजो । मत पख छोड के ज्ञानदृष्टी करीने देख जो । एह सुषम खेल यूंक छे के खंधार छे ? भव्य जीवो ! जिन आज्ञा विना समकित नथी । समकित विना मोक्ष नथी । हे भव्य जीवो ! तुम मान मत करो । इम न विचारो-हमारी घणे दीना की सरधा छे । जब खबर पडे तब ही प्रभु की आज्ञा आराधन में कल्याण छे.
થુંક વગેરે અંદર ભરાઈને નીચે જાય તે આગાર ધ્યાનમાં–કાઉસગ્નમાં તસ્સ- ઉત્તરી ના પાઠમાં જોઈ લેજો. મત પક્ષ છોડીને જ્ઞાન દષ્ટિએ કરીને જોજો - આ સૂક્ષ્મ ખેલ થુંક છે કે બંધાર છે ? ભવ્ય જીવો ! જિનાજ્ઞા વિના સમકિત નથી. સમકિત વિના મોક્ષ નથી. હે ભવ્ય જીવો ! તમે માન મત કરો. એમ નહિ વિચારો કે અમારી ઘણા દિવસોની શ્રદ્ધા છે. જ્યારથી ખબર પડે ત્યારથી ભગવાનની આજ્ઞાની આરાધનામાં કલ્યાણ છે. સા.પા.૨૬ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સંવર દ્વાર ૧
अप्पेगइया खेलोसहिपत्ताणं ॥ उववाइसत्रमध्ये ॥ खेलोसहिपत्ताणं ॥ गाढी होय ते औषधी थाय परंतु थुक ओषधी न थाय । हे आर्यो ! एह सीख तुम कीण पासो धारी हे ? देवानुपीया ! जेकर तुम कर सकता नही तो सुद्ध परुपक थाओ । श्रुतज्ञान की सेवा करो । किसी भव अंतर में चारित्र प्राप्त होय जावेगा ।।
કોઈ સાધુનો ખેલ–મુખનું થુંક તે ઔષધી સમાન છે. અહિ ૨૮ લબ્ધિમાંથી થુંક વગેરે મુખનો મેલ બધું લેવું અને થુંક ન લેવું આવી તમારી શ્રદ્ધા પ્રમાણે તો મુખમાંથી કફનો ગઠ્ઠો કાઢીને કોઈ લગાડે તો ઔષધી કહેવાય. ખેલ જેના મુખનું થુંક જ ઔષધી સમાન છે. તમારા મત પ્રમાણે તો ગઠ્ઠો હોય તો ઔષધિ થાય પણ થુંક હોય તો ઔષધી ન થાય, હે આર્યો ! આ શીખ તમે કોની પાસેથી લીધી છે ? હે દેવાનું પ્રિય ! જે તમે કરી ન શકો તો શુદ્ધ પ્રરૂપક થાવ. શ્રુતજ્ઞાનની સેવા કરો જેથી કોઈક ભવાન્તરમાં ચારિત્ર પ્રાપ્તિ થઈ જશે.
मोहपत्ती चर्चा * २५