________________
બાંધવાવાળા મહા મૂઢ થયા છે. સૂત્ર જોઈને વિચારશે તે જીવ લીંગ - કુલિંગ વિચારશે ને કુલીંગ છોડીને સ્વલીંગ અંગીકાર કરશે. આમાં સંદેહ નથી, સત્ય છે.
હે ભવ્ય જીવો ! તમે કોઈનું કહ્યું નહિ માનો અને હઠવાદ પણ નહિ કરો. વિચાર કરીને જેમ વીતરાગે કહ્યું છે તેમ સ્વીકારો. આમાં તમારે કોઈ બીજ મિથ્યા દેવનું વચન સ્વીકારવું પડતું નથી જેથી તમને જોર લાગે, બળ પડે. જે વીતરાગની આજ્ઞા છે તો સુખેથી સ્વીકારો, આમાં દોષ નથી.
તમે તેમ નહિ કરો. જેમ કોઈક સ્ત્રીનો પતિ પરદેશ ધન કમાવા માટે ગયો હતો તે સ્ત્રીને કોઈકે આવીને જુદું કહ્યું - બહેન ! તારો પતિ મરી ગયો છે. ત્યારે તે સ્ત્રીએ અને બીજા પરિવારે ઘણો શોક કર્યો. કાલાન્તરે શોક છોડી દીધો. પોતપોતાના વ્યવહારમાં લાગી ગયા. એમ કરતાં પાંચ દશ વર્ષ વીતી ગયા. પતિ તો ધન પરદેશ કમાવે છે અને તે સ્ત્રીએ વિધવાનો વેશ પહેરી લીધો છે. તે નિત્ય રડે છે. તેને પતિ ભુલાતો નથી. તે પછી કાલાન્તરે તેનો પતિ ધન કમાઈને પોતાના શહેરમાં આવ્યો. આવીને બહાર ઉદ્યાનમાં ઉતર્યો. તેણે પોતાના ઘરે સેવક માણસોને મોકલ્યા ખબર આપવા. તેઓએ જઈને પતિના હાથનું લખાણ આપવાથી તો તેઓએ બધુ વૃત્તાંત જાણ્યું ત્યારે મરવાની વાત જુઠ્ઠી થઈ. તેઓના ઘરમાં લગન હોવાથી તેઓના બધા સંબંધીઓ ભેગા થયેલા. કહે - સુંદર ! આપણા સંબંધી સુખે ઘરે આવ્યા. ત્યારે તેઓને ઘણો આનંદ થવાથી તથા લગન હોવાથી તે સ્ત્રીની સાસુ બોલી - વહુ ! તમે સ્નાન કરીને દાગીના કપડા પહેરીને શોક દૂર કરો. તારા ભાગ્યથી તારા પતિ સુખે કમાઈને આડંબર સાથે ઘરે આવ્યા છે. ધન્ય છે તારા ભાગ્યને. તું બહુ ભાગ્યવંતી છે. ત્યારે વહુ હાથ જોડીને બોલી - સાસુજી ! તમે કહો તે બધુ સાચુ છે પરંતુ મારું ૧૦ વર્ષનું રોવું કુટવું ક્યાં ગયું? ત્યારે સાસુ બોલી – વહુજી ! એ તો તમે અને અમે ભૂલમાં રોયા કુટ્યા. તે હવે શા માટે યાદ કરો ? બુદ્ધિમતી હોય તો આવી ભોલી વાતો શા માટે કરે. કદાચ ભૂલમાં કરે તો સમજવી સમજે તેવી ભલી છે. જે સમજાવાથી ન સમજે તો મૂઢ છે, મુર્ખ છે, નિપટ છે, અબુઝ છે. અયોગ્ય જાણવી. આ દૃષ્ટાંતનો અર્થ નીચે પ્રમાણે ઘટાડવો.
વીતરાગ વચન જાણી જોઈને સ્વીકારે નહિ તે અયોગ્ય જાણવો. તે તો અભિનિવેશ મિથ્યાત્વનો સ્વામી જાણીને જુઠું બોલે તો દીર્ધસંસારી જાણવો. તથા કોઈ કર્મ યોગે વિપરીત ધારણ થઈ, ઉલટી વિચારણા થઈ ગઈ. બે ચાર પેઢીઓ વહી ગઈ અથવા કોઈએ વિચાર કર્યો નહિ. ગતાનુગતિક સામાચારી થઈ ગઈ. ત્યાર પછી કોઈને પુણ્ય યોગે તે વિપરીત સામાચારીની ખબર પડી ગઈ. છતાં પણ છોડે નહિ. ધિગામસ્તી અને ધક્કા ધક્કી કરે અને જાણીને વીતરાગના વચનથી વિપરીત પ્રરૂપણા કરે. પોતાના આગળના વડીલો પ્રત્યે મોહ કરીને
मोहपत्ती चर्चा * ६५