Book Title: Muhpatti Charcha
Author(s): Padmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 203
________________ कहया हे । वीतरागनी मती आगल करी सिद्धांत विचारी जिम वीतरागे कह्या हे तिम सरदवो । ते बोध सम्यक्त्वा विना न आवे । समकित प्राप्त होणी जीवके परम दुर्लभ हे । ते विना विनयधर्म न सुझे । तिसको विनयधर्म न सुझे । तिसको मोक्ष मार्ग न सुजे । ते मोक्ष मार्ग के पंथ चाली न सके । ते जीव मोक्ष ना पावे । इम जाणीने समकितनी खोजना करो । जिन खोज्या तिना पाया तत्त्व तणो विचार । पिण जिसको स्वपरमतकी विचार होवे ते पावे । पिण बुद्धीहीन नहि निरना करी सके । इति तत्त्वं ઉપસંહાર : શ્રી દેવગુરુ પસાયે બુટેરાય અપરનામ બુદ્ધિવિજયજીએ ઘણા સૂત્રાર્થ ઘણા પૂર્વાચાર્યના ગ્રંથ જોઈને આ પાઠ સંગ્રહ કરીને શ્રી જિનમતમાં મુનિલીંગ વેશના પ્રબોધ માટે આ ગ્રંથ રચ્યો છે. સ્વ - પરના ઉપકાર માટે જે કોઈ રાગ દ્વેષ મોહ છોડીને ભણશે વાંચશે તથા ગુરુ પાસે સાંભળશે તે પુરુષને સ્વલીંગ પરલીંગનું પારખું થશે. આ ગ્રંથ વાંચીને સ્વમત આદરો, પરમત છોડો. અશુદ્ધ વ્યવહારને શુદ્ધ વ્યવહાર કહેવો તે મિથ્યાત્વ છે. અન્યલીંગ તે સ્વલીંગ તથા અન્ય તીર્થને પ્રભુનું તીર્થ માનવું તે મોટું મિથ્યાત્ત્વ છે. આત્માર્થીએ વિચારવું ઉચિત છે. સમકિત કાપુસ- છે અને મિથ્યાત્વ અગ્નિનો તણખો છે. વાચકે નંદી, ઠાણાંગ, વ્યવહારસૂત્ર તથા અંગચૂલીકા જે સૂત્ર ચાલે છે, તે બધાને પ્રમાણ કરીને અને સૂત્રમાં ધર્મનું સ્વરૂપ જોઈને આ ગ્રંથ વાંચી શંકાને પરિહરજો. કારણ શંકા નિર્ણય દેવીની જેમ સંસાર બંધનું કારણ છે તે જાણી શંકા પરિહરજો. તથા પૂર્વાચાર્યના રચેલા ચૂર્ણ-ભાષ્ય-નિર્યુક્તિ ટીકા પરંપરાથી જે સુધર્મા સ્વામીથી ચાલ્યા આવે છે તથા કોઈક પૂર્વાચાર્ય સૂત્રના રહસ્ય લઈને કોઈક મર્યાદાઓ બાંધી છે તે પ્રમાણ કરવી ઉચિત છે. કારણ કે આ કાળમાં સૂત્ર સંપૂર્ણ રહ્યું નથી. આચારાંગ સૂત્રનો પાઠ ૧૮000 પદ છે તેનાથી આગળના બધા જ ડબલ ડબલ છે. બધુ સૂત્ર હવે રહ્યું નથી. આચાર્યોને સૂત્ર ભૂલાઈ ગયા. પરંતુ અર્થ તો યાદ રહ્યા. તે અર્થોના પ્રકરણો રચ્યા છે. તેઓને ન માનીએ તો જિનશાસનની સિદ્ધિ થતી નથી. તે કારણથી પૂર્વાચાર્યોના વચન પ્રમાણ કરવા ઉચિત છે. માત્ર ખેદ કરવા માટે મતના કદાગ્રહીઓએ જે બીજી રીતે બાંધી છે તે શા માટે ? આત્માર્થી પુરુષોએ તે રીતે વિચારવા જેવી છે. જે કોઈએ રાગદ્વેષ કરીને સૂત્રમાંથી કાઢીને સાચી પણ સામાચારી ચલાવી છે. તેને તે હિતકારી નથી. मोहपत्ती चर्चा * ९१

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206