________________
રાગાઓ-દોષાઓ ઇતિ વચનાતુ
તે સામાચારીની પરંપરા બીજા કોઈ સૂત્રમાં કહેલ જાણીને, રાગ-દ્વેષ-અજ્ઞાન છોડીને, ભગવાનની સામાચારી આદરે. તે આત્મહિત માટે થાય. પરંતુ આ વાત જ્ઞાન વગર જણાય નહિ. વીતરાગની સેવાથી બધુ પમાય સ્વ – પર મતનો મર્મ ઇતિ વચનાત - તથા ભસ્મગ્રહના પ્રભાવથી અસંયતિઓનો અથ્થરો વર્તી ગયો. કેટલાક જીવોની મતિ ભ્રાન્ત થઈ ગઈ. તેઓએ ઢંગધડા વગરની વાતો લખી દીધી છે તે વિચારવા યોગ્ય છે.
તથા કોઈક એમ કહે છે કે આપણી શું બુદ્ધિ છે ? તેથી આ સાચું આ જુઠું કહીએ. જે વડીલોએ લખી દીધું અને કરી લીધું તે ખરું. ઉત્તર - આ વાત તો બધા લોકો કરે છે અને વિનિત કહેવડાવે છે. તેઓને તો વીતરાગ વિનયવાદી મિથ્યાત્વી કહ્યા છે. તથા વીતરાગે તો વિનયને ધર્મનું મૂળ કહ્યું છે તેમ માનવું તે બોધ સમ્યક્ત વિના ન આવે. સમકિત પ્રાપ્ત થવું જીવને પરમ દુર્લભ છે. તે વિના વિનય ધર્મ ન સુઝે, તે મોક્ષ પંથે ચાલી ન શકે અને તે જીવ મોક્ષ ના પામે. એમ જાણીને સમકિતની શોધ કરો. જિન ખોજા તીન પાયા તત્ત્વનો વિચાર. જેને સ્વ પર મતની વિચારણા હોય તે પામે પરંતુ બુદ્ધિહીન નિર્ણય કરી શકે નહિ.
आ मुख वस्त्रिकानी चरचाना करवावाला बुटेरायजी तथा बीजु नाम बुद्धिविजयजी बहुश्रुत नी आगल वीनती करे छे अहो स्याद्वाद अनेकांत जिनमतकुशल श्रुत समुद्र गीतार्थ महा पुरुषो तुम्हारा चरण कमळने विशे हाथ जोडी मान मोडी सीस नमावी वीनती करु छु ।। मुख वस्त्रकानी चरचा विशे अल्प मति माटे तथा राग द्वेषने भांगे जिनवचनथी अधिको
ओछो विपरीत कोइ पद कोइ अक्षर कोइ बिंदु मात्र माहराथी लिखाणा होय ते पदादिक कृपा करीने सोधजो एहीज बीनती ।। इतिश्री
આ મોહપત્તિની ચર્ચાના કરવાવાળા બુટેરાયજી જેમનું બીજું નામ બુદ્ધિવિજયજી તે બહુશ્રુતોની આગળ વિનંતિ કરે છે - અહો ! સ્યાદ્વાદ અનેકાન્ત જિનમત-કુશલ શ્રુતસમુદ્ર ગીતાર્થ મહાપુરુષો ! તમારા ચરણ કમળના વિશે હાથ જોડી, માન મોડી, શીશ નમાવી વિનંતિ કરું છું. મોહપત્તિ ચર્ચાને વિશે અલ્પમતિના લીધે તથા રાગ-દ્વેષને અંશે જિન વચનથી ઓછો અધિકો વિપરીત કોઈ પદ, કોઈ અક્ષર કોઈ બિંદુ માત્ર મારાથી લખાયું હોય તે પદાદિક કૃપા કરીને શોધજો. એ જ વિનંતિ.
-: સમાપ્ત :
૨૨
- મોહપત્તી વર્ષા