________________
સાધુનુણજી-૨, સાધુ જગમાલજી, સાધુ જગમુજી-૪, વગેરે ૪૫ જણાની સાથે સંઘવીએ દીક્ષા લીધી ત્યારે દયા ધર્મ વત્યે-ચાલ્યો. લોંકાએ આ સમુદાયનું લોકાગચ્છ નામ પાડ્યું. તેમની પાસે પાટણના રૂપાશાએ સંયમ લીધું અને રૂપઋષિ થયા. લોકાગચ્છની પહેલી પાટ. અત્રે ગ્રંથકાર - એ તમો પહેલો પાઠ લખ્યો પણ બીજા પાઠ જોઈએ. આગળ તમારી ઈચ્છા. જીવ પરીખ એ લોંકાની બીજી પાટ થઈ. વ્યવહારથી તેઓ શુદ્ધ લાગે છે. ત્યાર પછી ઢીલા પડી ગયા.
ત્યાર પછી ૧૭૩૧ની સાલમાં લોંકામાંથી નીકળ્યા તેઓના નામ ઋષિલવજી૧ અને ઋષિભણુજી ઋષીમુખજી૩. તેઓએ લોકાગચ્છ વોસિરાવીને પોતાની જાતે દીક્ષા લીધી ત્યારે લોકોએ ઢંઢયા નામ પાડ્યું. (લોકોક્તિ છે કે કોઈએ તેમને વસ્તી આપી નહિ માટે ઢુંઢામાં એટલે શૂન્ય ઘરમાં રહ્યા માટે ઢંઢયા નામ પડ્યું) ગ્રંથકાર - આ પ્રમાણે તમે પોતાની પરંપરાની મહિમા કરી અને પ્રભુની પરંપરાની નિંદા કરી. પોતે સંયમી થયા અને શ્રી મહાવીરના તીર્થના સાધુઓને અસંયમી સ્થાપ્યા, પરંતુ મને એમ લાગે છે તેમ લખું છું – પ્રથમ તો ગૃહસ્થ સૂત્ર વાંચવાના અધિકારી નથી તથા સાધુને દીક્ષા આપ્યા પછી ત્રણ વર્ષ વ્યતીત થઈ જાય ત્યારે ગુરુ યોગ્ય જાણે તો આચારાંગની વાચના દેવાની વીતરાગે આજ્ઞા આપી છે. વ્યવહાર સૂત્રમાં જોઈ લેજો. પોતાની જાતે જે સૂત્ર વાંચે તો ચોમાસી પ્રાયશ્ચિત કહ્યું છે. તમે કહો છો કે લોંકાએ પોતે જાતે સૂત્ર વાંચીને ધારણા કરી લીધી. આ વાત સૂત્ર વિરુદ્ધ લાગે છે, તથા તમે કહો છો કે સંઘવીએ ૪૫ જણાની સાથે ગુરુ વિના પોતાની જાતે દીક્ષા લીધી એ પણ સૂત્ર વિરુદ્ધ છે, તથા લોકાગચ્છ વોસિરાવીને કોઈ ગુરુ પાસે દીક્ષા લીધી નહિ તે પણ સૂત્ર વિરુદ્ધ છે. આ તો તમારા કહેવા પ્રમાણે તમે સ્વપંથી થયા સ્વચ્છંદી થયા. આમાં સંદેહ નથી. તેમજ અંગચુલીકા અને વંકચૂલીકામાં પણ લખ્યું છે. આ વાતનો નિર્ણય ત્યારે થાય જ્યારે જ્ઞાનથી દીર્ઘ દૃષ્ટિ આવે ને પછી જુએ ત્યારે સાચા જુઠ્ઠાનો નિર્ણય થાય. મિથ્યાષ્ટિ આનો નિર્ણય કરી શકતો નથી, પરંતુ સમકિતીએ આ વાતનો નિર્ણય કરવો જોઈએ.
શ્રી જેબૂસ્વામી પછી ત્રણ ચારિત્ર વિચ્છેદ ગયા તે લખીએ છીએ. (૧) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર (૨) સૂક્ષ્મસંપરાયચારિત્ર (૩) યથાખ્યાત ચારિત્ર, આ ત્રણ ચારિત્ર તો પંચમકાળમાં ભરત ક્ષેત્રમાં જન્મેલા મુનિ પાસે નથી. તથા છેદોપસ્થાપનીય ચારિત્ર શ્રી ભગવતીજી સૂત્રમાં શતક ૨૫-ઉદેશા-૭માં કહ્યું છે - છેદોપસ્થાપનીય ચારિત્ર તીર્થમાં હોય તથા જૈન શાસનમાં પોતાની જાતે બે જણ દીક્ષા લે છે (૧) તીર્થકર તથા (૨) પ્રત્યેક બુદ્ધ - તેઓને છેદોપસ્થાપનીય દીક્ષા કહી નથી, સામાયિક ચારિત્ર જાવજજીનું સ્વીકારે છે.
मोहपत्ती चर्चा * ७९