________________
જોવે ? કોઈ જોતું નથી. જે મુનિનું મોટું બાંધેલું હોય કેડે નગ્ન હોય તો લોકો ઘણી નિંદા કરે. કહે – શું ? અરે ! દરિદ્રી ભ્રષ્ટ આવા કોઈ જગતમાં બીજા પણ છે ? જે કેડે નગ્ન અને મોટું બાંધેલું હોય અને કહે તમને બીજુ વસ્ત્ર મળતું ન હોય તો જે વસ્ત્ર તે મોઢે બાંધ્યું છે તે વસ્ત્ર મોઢેથી ખોલીને કેડે લગાડી દે. તેથી તો આ જ સંભવ છે. મુખ બાંધેલો વેશ જૈનનો નથી આ પ્રત્યક્ષ વિંડબના છે. * ત્રણ લોકના પૂજ્ય મુનિનો આ વિડંબનાકારી વેશ પ્રભુ ન ઉપદેશે. આ વેશ તો પ્રત્યક્ષ ભાંડની ચેષ્ટા રૂપ છે. તે મુનિ અંગીકાર કરે ? અર્થાતુ ન જ કરે. મતપક્ષ છોડીને વિચારો. પ્રભુની આજ્ઞા પ્રમાણ કરો. સંસાર તરો. ભ્રમમાં ન પડો. ગુરુ ભગવંતનો ઉપદેશ છે, હે ભવ્ય જીવો ! તમે શંકા ન કરો. મુખ બાંધવું તો મુનિને કોઈ શાસ્ત્રમાં જોયું તથા સાંભળ્યું નથી. તો શંકા શા માટે રાખો છો ? સા.પા. ૩૫ ઉત્તરાધ્યયન ૨૦:
तत्थ सो पासइ साहुं संजयं सुसमाहियं निसनं रुक्खमूलंमि सुकुमालं सुहोइयं ४ तस्स रूवं तु पासित्ता राइणो तंमि संजए अचंतपरमो आसी अउलो रुवविम्हओ ५ अहो वन्नो अहो रुवं अहो अजस्स सोमया अहो खंत्ति अहो मुत्ति अहो भोगे असंगया ६॥
अनाथी मुनि को देख के राजा श्रेणीक आश्चर्य पाम्या कहेण लगा-अहो ! आश्चर्यकारी इस साधु का रुपादिक छे । एह पुरुष तो भोगवंत चाही । इसके भोग का संग नही । जेकर अनाथीमुनिका मुखबंध्या होया होता तो प्रथम राजा इम कहीता-एह पुरुष एहवा रुपवंत छे-एणे पुरुषे मुख काहे को बंध्या छे ? एह पाठ जोता तो एही संभव होवे छे-अनाथी मुनि का मुख बंध्या होया नथी । जो कोइ कहे छमुनिको मुखबंधके विचरना चाहीए ते पुरुष उत्सूत्र भाषी छे । एसे उत्तम पुरुषां का एहवा बाणा न होइ । आत्मार्थि होय ते वीचारजो.
અનાથી મુનિને જોઈને રાજા શ્રેણિક આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા - અહો આશ્ચર્યકારી આ સાધુનું રૂપાદિ છે. આ પુરુષ તો ભોગી હોવો જોઈએ પરંતુ આને ભોગનો સંગ નથી. જે અનાથી મુનિનું મોઢું બાંધેલું હોત તો પ્રથમ રાજા આમ કહેત. આ પુરુષ આવા રૂપાલા છે, આ પુરુષે મોટું શા માટે બાંધ્યું છે ? આ પાઠ જોતાં તો એ જ સંભવે છે. આનાથી મુનિને મોટું બાંધેલું હતું નહિ. જે કોઈ કહે છે, મુનિને મોટું બાંધીને વિચરવું જોઈએ તે પુરુષ ઉત્સુત્ર ભાષી છે. આવા ઉત્તમ પુરુષનો આવો વેષ ન હોય. જે આત્માર્થી હો તો વિચારજો.
३२
* मोहपत्ती चर्चा